તાપી

વ્યારામાં જેટકોના આઉટસોર્સિંગ કર્મચારીઓએ 3 મહિનાથી પગાર ન થતાં હડતાળ પાડી

વ્યારા પંથક સહિત અન્ય સ્થળોએ આવેલ 66 કેવી જેટકો સબ સ્ટેશનના આઉટસોર્સિંગ કર્મચારીઓનો છેલ્લા 3 મહિનાનો પગાર નહીં થતાં મુશ્કેલીમાં મુકાયા હતા અને પગાર સમયસર થાય એ માટે હડતાળ પર ઉતર્યા હતા અને પગાર તેમજ પીએફ જમા ન થાય ત્યાં સુધી હડતાળ પર રહેશે એમ જણાવ્યું હતુ.

તાપી જીલ્લાના 66 કેવી સબ સ્ટેશનમાં ફરજ બજાવતા આઉસોર્સિંગ કર્મચારીઓને નિયમિત પગાર અને સરકારના ધારધોરણ મુજબ JBS આઉટસોર્સિંગ કંપની દ્વારા છેલ્લા 3 મહિનાનો પગાર અને પીએફ સહિત પ્રાથમિક સુવિધા નહિ મળતા આઉસોર્સિંગ કર્મચારી દ્વારા આજ થી કાવલા, કલકવા, કાટીશકૂવા દૂર, ચિખલવાવ, ખરશી, ગામડી, અંતાપુર સહિત બીજા અનેક સબ સબસ્ટેશન દ્વારા આજ થી પેન ડાઉન(હડતાળ) જ્યાં સુધી 3 મહિનાનો પગાર અને પીએફ જમા નહિ કરવામાં આવશે ત્યાં કામ નહિ કરવામાં આવશે.

સમયસર પગારના થવાને કારણે આઉટ સોર્સના કર્મચારીઓને આર્થિક મુશ્કેલીમાં વધારો થઈ ગયો હતો. ત્યારે જવાબદાર કંપની દ્વારા આ બાબતે ગંભીરતા દાખવી કર્મચારીઓ પડતી મુશ્કેલીનો અંત લાવી યોગ્ય નિરાકરણ કરવું જરૂરી છે.

Related Articles

Back to top button