પલસાણા

પલસાણા તા. પં. પ્રમુખ યોગેશ પટેલ, ઉપપ્રમુખ ભાવના તળાવિયા

કારોબારી અધ્યક્ષ તરીકે દીવ્યાબેન દેસાઇની જાહેરાત કરવામાં આવી

બુધવારેમાં રોજ મળેલી મીટીંગમાં પલસાણા તાલુકા પંચાયતની આગામી અઢી વર્ષની ટર્મ માટે નવા પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષની નીમણૂંક માટે ભાજપ દ્વારા મેન્ડેડ આપવામાં આવ્યા હતા. જેમા પ્રમુખ તરીકે યોગેશભાઇ પટેલઉપ પ્રમુખ તરીકે ભાવનાબેન તળાવીયા અને કારોબારી અધ્યક્ષ તરીકે દીવ્યાબેન દેસાઇની જાહેરાત થઇ હતી.

પલસાણા તાલુકા પંચાયતના આગામી અઢી વર્ષ માટે વર્તમાન પ્રમુખ વૈશાલીબેન પટેલ ઉપ પ્રમુખ સંદીપભાઈ રાઠોડ અને કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ દેસાઈની ટમ પુર્ણ થતા નવા હોદ્દેદારો માટે આજ રોજ 14 મી સપ્ટેમ્બર ગુરુવાર રોજ બપોરે 12 વાગે પલસાણા તાલુકા પંચાયતના સભા ખંડમાં સામાન્ય સભા યોજવામાં આવશે. જેમાં આગામી અઢી વર્ષની ટમ માટે ભાજપ દ્વારા મેન્ડેડ આપવામાં આપવામાં આવ્યા હતો એ મેન્ડેડ ભાજપ અગ્રણી તુષારભાઇ પટેલ દ્વારા પલસાણા ભાજપ કાર્યાલય ખાતે લાવી પલસાણા તાલુકા ભાજપ પ્રમુખ જીગ્નેશભાઇ પટેલ અને મહામંત્રી મોહનભાઇ આહીર(સોમ ભાઇ)ની હાજરીમાં ખોલવામાં આવ્યો હતો. જેમાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખ તરીકે બારાસડી બેઠકના યોગેશભાઇ ચંપકભાઇ પટેલ ઉપ પ્રમુખ તરીકે તુંડી બેઠકના ભાવનાબેન કેયુરભાઇ તળાવીયા અને કારોબારી અધ્યક્ષ તરીકે પલસાણા બેઠકના દીવ્યાબેન તેજશભાઇ દેસાઇનુ નામ જાહેર કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે ભાજપના આગેવાનો તેમજ તાલુકાના વિવિધ ગામોના સરપંચો અને તાલુકા પંચાયતના હોદ્દેદારો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. 14 મીના રોજ 12 કલાકે મળનારી સામાન્ય સભા માં જરૂરી કાગળ પ્રક્રિયા હાથધરી ત્રણેય હોદ્દેદારોની બિનહરીફ તરીકે વરણી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button