દેશરાજનીતિ

સંસદમાં એવું કયું બિલ આવી રહ્યું છે જેના વિરોધમાં વ્હીલચેર પર મનમોહન સિંહ તો ઍમ્બ્યુલન્સમાં આવી શકે છે આ નેતા

આવતાં અઠવાડિયે સંસદમાં રજૂ થનાર આ બિલને લઈ રાજકીય પક્ષો તેમના સાંસદોની 100 ટકા હાજરીને લઈ વ્યસ્ત, પૂર્વ PM મનમોહન સિંહ વ્હીલચેર પર ગૃહમાં આવે તેવી શકયતા

આવતાં અઠવાડિયે સંસદમાં દિલ્લી વટહુકમ રજૂ કરવામાં આવનાર છે. આ પહેલા પણ નવા વિપક્ષી ગઠબંધન એટલે કે “ભારત”એ રાજ્યસભામાં તાકાત ભેગી કરવાનું પણ શરૂ કરી દીધું છે. આ તરફ હવે રાજકીય પક્ષો તેમના સાંસદોની 100 ટકા હાજરીને લઈ વ્યસ્ત છે. આ તરફ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહથી લઈ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન સુધીના ઘણા વૃદ્ધ નેતાઓ પણ સંસદમાં જોવા મળી શકે છે.

શું છે સમગ્ર મામલો ? 
સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને દિલ્હીમાં બદલીઓ અને નિમણૂકો સંબંધિત મામલાઓમાં નિર્ણય લેવાની સત્તા આપી હતી. હવે આ બિલ સુપ્રીમ કોર્ટના આદેશને રદ્દ કરવા માટે દિલ્હીમાં સેવાઓના નિયંત્રણ અંગે કેન્દ્ર દ્વારા બહાર પાડવામાં આવેલ વટહુકમની જગ્યાએ આ બિલ લાવવામાં આવી રહ્યું છે.

આ વખતે એમ્બ્યુલન્સથી વ્હીલચેર સુધીની છે તૈયારી
વિપક્ષ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે, રાજ્યસભામાં આ બિલની રજૂઆત દરમિયાન પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ વ્હીલચેર પર ગૃહમાં આવે તેવી શક્યતા છે. આ સાથે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન પણ સંસદની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે. નોંધનીય છે કે, ડૉ.મનમોહન સિંહ અને શિબુ સોરેન લાંબા સમયથી બીમાંર છે. જેડી(યુ) સાંસદ બશિષ્ઠ નારાયણ સિંહ પણ એમ્બ્યુલન્સમાં સંસદમાં પહોંચે તેવી શક્યતા છે.

વ્હીપ જાહેર કરવામાં આવ્યો 
આ તરફ હવે કોંગ્રેસ અને જનતા દળ(યુનાઈટેડ)એ તેમના સભ્યોને ગૃહમાં રહેવા માટે વ્હીપ જાહેર કરી દીધો છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રાયન અને કેટલાક અન્ય વિપક્ષી નેતાઓએ પહેલાથી જ રાજ્યસભામાં અધ્યક્ષને પત્ર લખીને કહ્યું છે કે, વટહુકમ એ ગંભીર મુદ્દો છે અને તેમણે બિલ વિશે અગાઉ જાણ કરવા વિનંતી કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button