બારડોલી

વિદ્યાર્થી અને મુસાફરોને વારંવાર મુશ્કેલીમાં મુકતું GSRTCનું બારડોલી વિભાગ‎

બારડોલી-લોટવરવા બસ અનિયમિત, સુરત ડેપોની બસ નિયમિત આવે છે તો બારડોલીની બસને શું વાંધો?

બારડોલીથી સાંજે 6.40 કલાકે ઉપડતી બારડોલી – બાલ્દા- લોટરવા બસ હાલ અનિયમત ચાલી રહી છે. આ બસને મઢીથી ટૂંકાવી દેવાતા બાલ્દા અને લોટરવાના મુસાફરો તેમજ વિદ્યાર્થીઓએ ભારે હાલાકીનો પડી રહી છે. જ્યારે સુરત ડેપોમાંથી આવતી બસ નિયમિત રહેતા બારડોલી ડેપોની કામગીરી પર લોકોએ પ્રશ્ના ઉઠાવ્યા છે. બારડોલી-બાલ્દા – લોટરવા બસ જે બારડોલીથી સાંજે 6.40 કલાકે ઉપડે છે. બસ હાલ અનિમિત તેમજ રૂટ ટૂંકાવી દેવામાં આવ્યો છે. જેના કારણે લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાંજે પરત ઘરે ફરતાં નોકરિયાતો તેમજ વિદ્યાર્થીઓએ અન્ય વ્યવસ્થા કરવી પડી રહી છે.

બારડોલી ઉપડતી બસ કડોદ, મઢી, બાલ્દા થઈ લોટરવા નાઈટ કરતી હતી. જ્યારે હાલ આ બસને ટૂંકાવી દેવાઇ છે. બારડોલી, કડોદ અને મઢીમાં આ બસ નાઈટ કરે છે. જેના કારણે બાલ્દા અને લોટરવાના પેસેન્જર અટવાઈ પડ્યા છે. તેમણે અન્ય સાધનનો સહારો લેવો પડી રહ્યો છે. આ રૂટને નિયમિત શરૂ કરવામાં આવે એ માટે બારડોલી તાલુકા પંચાયત ઉપપ્રમુખ બિપીનભાઈ ચૌધરીએ લેખિતમાં બારડોલી ડેપોમાં રજૂઆત કરી છે. હાલ સુરતથી લોટરવા જતી બસ લોટરવા નિયમિત જાય છે. તો બારડોલી ડેપો કેમ આ બસને નિયમિત કરતાં નથી તેવા પ્રશ્નો પેસેન્જરોમાં ઉઠ્યા છે.

આ રીતે ઉકેલ આવી શકે

હાલ મઢી ફાટકનું કામ ચાલી રહ્યું હોય જેના કારણે બસને ટૂંકાવી દેવાઇ હોવાનું ડેપો જણાવે છે. આ કામ તો ઘણા સમય સુધી ચાલશે તો શું મુસાફરોએ તકલીફ સહન કરવાની જેવા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યાં છે. જો આ બસને બારડોલી, કડોદ,વઢવાણિયા, બાલ્દા થઈ લોટરવા રૂટ કરવામાં આવે તો સમસ્યાનો ઉકેલ આવી શકે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button