સુરત

સુરત ડિસ્ટ્રીક્ટ બાર એસો.ની ચૂંટણીમાં પ્રમુખપદે ઉદય પટેલનો 1197 મતે ભવ્ય વિજય

ઉપ પ્રમુખપદે અભિષેક શાહ, જનરલ સેક્રેટરીપદે અશ્વિન પટેલ

ડિસ્ટ્રીક્ટ બાર એસો.ની ચૂંટણીમાં પ્રમુખપદે ઉદય પટેલનો 1197 મતે વિજય થયો હતો. ટર્મિશ કણિયાને 740 તો હિરલ પાનવાલાને 347 મત મળ્યા હતા. ઉપ પ્રમખપદે અભિષેક શાહ, જનરલ સેક્રેટરી પદે અશ્વિન પટેલ , જોઇન્ટ સેક્રેટરી પદે બક્કરિયા અને ખજાનચી પદે અનુપ પટેલનો વિજય થયો હતો.

સમગ્ર દિવસ દરમિયાન કોર્ટનો માહોલ ચૂંટણીમય રહ્યો હતો. વકીલોના મતે, આ વખતે સૌરાષ્ટ્ર તરફના વકીલોના વોટ મોટી સંખ્યામાં વહેંચાઈ ગયા હતા આથી પ્રમુખને બાદ કરતા અન્ય પદો પર પણ મૂળ સૌરાષ્ટ્રના ઉમેદવારોનો પરાજય થયો હતો. પ્રચાર દરમિયાન તમામ ઉમેદવારોનો એજન્ડા એક સરખો હતો. કોર્ટ બિલ્ડિંગ જીઆવ-બૂડિયા નહીં જાય એ માટે તમામ ઉમેદવારો સ્પિચમાં સખત જોરશોરથી કહેતા પણ હતા. ઉદય પટેલ પણ શરૂઆતથી જ આ મુદ્દે આક્રમક અને સ્પષ્ટ હતા. ટર્મિશ કણિયાએ પણ મહેનત કરી હતી, પરંતુ સફળ રહ્યા ન હતા. છતા કોર્ટ શિફ્ટિંગ બાબતે ચાવીરૂપ ભૂમિકા ભજવશે.

કોને કેટલાં વોટ મળ્યાંવાઇસ પ્રેસિડન્ટમાં અભિષેક શાહને 1858 અને અનિલને 1168 મત હતા તો જોઇન્ટ સેક્રેટરીમાં નિર્મલ બક્કરિયાને 1765, લાઠિયાને 1259 વોટ મળ્યા હતા જ્યારે 29 વોટ કેન્સલ થયા હતા. જનરલ સેક્રેટરીમાં નિલેશ માનીયાને 1487 તો અશ્વિન પટેલને 1528 વોટ મળ્યા હતા. 33 વોટ કેન્સલ થયા હતા. ખજાનચી પદમાં અનુપ પટેલને 1191, મયંકને 1017 અને બ્રિજેશને 783 વોટ મળ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button