તાપીદક્ષિણ ગુજરાત

આદિવાસી વિસ્તારમાં ડ્રોનથી થતી જમીન માપણીનો ખેડૂતો દ્વારા વિરોધ

પાથરડા- સિંગલખાંચના સ્થાનિકોએ પ્રાંત અધિકારી સાથે બેઠક કરવા 3 દિવસનો સમય માંગ્યો

સોનગઢ તાલુકાના ઉકાઈ ડેમ નજીક આવેલા પાથરડા અને સિંગલખાંચ ગામની ખેતીની જમીનની માપણી ડ્રોન કેમેરા વડે બુધવારે શરૂ કરવામાં આવતાં લોકોએ ભારે વિરોધ કર્યો હતો. આ અંગે મળેલી વિગત મુજબ સોનગઢ તાલુકાના ઉકાઈ ડેમ અને થર્મલ પાવર સ્ટેશન નજીક આવેલા પાથરડા અને સિંગલખાંચ ગામના ખેતરોની જમીન ડ્રોન કેમેરા વડે કરવામાં આવનાર હોવાની જાણ સ્થાનિક લોકોને થતાં તેઓ એ ગત 14 મી જુલાઈ એ તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરી આ કામગીરી નો વિરોધ કર્યો હતો. જો કે સ્થાનિક લોકોના આ વિરોધને અવગણીને બુધવારે સ્થાનિક પોલીસના બંદોબસ્ત સાથે ડ્રોન કેમેરા દ્વારા જમીન માપણીની કામગીરી શરૂ કરવામાં આવતાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયાં હતાં અને ભારે વિરોધ નોંધાવ્યો હતો.

જો કે એ પછી પણ કામગીરી યથાવત્ રહેતાં લોકો તંત્ર અને પોલીસની ગાડી આગળ બેસી જઈ જમીન માપણી નો વિરોધ કર્યો હતો. તેમણે વહીવટી તંત્રને કરેલી લેખિત રજુઆત માં જણાવ્યાં મૂજબ તેમને ખેતરોની જમીનોની ડ્રોન દ્વારા કરવામાં આવતી માપણી કોઈ પણ હિસાબે મંજૂર નથી જેથી આ કામગીરી તાકીદે અટકાવવા માટે માંગ કરી હતી. આખરે ગ્રામજનો એ પ્રાંત અધિકારી વ્યારા સાથે આગામી ત્રણ દિવસ માં બેઠક કરશે એવું નક્કી કરવામાં આવ્યું હતું અને એ પછી જમીન માપણી બાબતે કોઈ નિર્ણય લેવામાં આવશે એવું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button