માંડવી

માંડવી ખાતે સ્ટ્રીટ લાઈટના લોખંડના થાંભલા ઉભા કરતી વેળાએ 7 કામદારોને કરંટ લાગ્યો

લોખંડના થાંભલા વિજતારને અડી જતા કરંટ લાગ્યો

સુરતના માંડવી નગર ખાતે આજરોજ સ્ટ્રીટ લાઇટનો પોલ જીવંત વિજતારને અડી જતાં સ્થળ પર કામ કરી રહેલા સાત કામદારોને કરંટ લાગ્યો હતો. જેને લઇને કામદારોને ઈજાઓ થતા તેઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આજ રોજ સુરત જિલ્લાના માંડવી નગર ખાતે માંડવી નગર પાલિકા દ્વારા સ્ટ્રીટ લાઈટ પોલ ઉભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન સ્ટ્રીટ લાઇટનો વીજપોલ જીવંત વીજપોલને અડી જતા કામ કરી રહેલા 7 મજૂરોને કરંટ લાગ્યો હતો. તેઓને શરીરે નાની-મોટી ઈજાઓ થતા તાત્કાલિક માંડવી નગરની રેફરેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવાને થતા સાંસદ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને ઇજાગ્રસ્ત કામદારોના ખબર અંતર પૂછ્યા હતા.

પાલિકાના કોન્ટેક્ટરની બેદરકારીના કારણે ઘટના બની

સમગ્ર ઘટના માંડવી નગર પાલિકાના કોન્ટેક્ટરની ગંભીર બેદરકારી સામે આવી હતી. સ્ટ્રીટ લાઈટના પોલ ઊભા કરનાર પી બોક્ષ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ કામગીરી જાણ વીજ કંપનીને કરી ન હતી. કામદારોના જીવ જોખમમાં મૂકી કામદારો પાસે કામ કરાવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવાએ જણાવ્યું હતું કે, બારડોલી નગરમાં સાત કામદારોને કરંટ લાગવાનો બનાવ બન્યો છે. આ કરંટ લાગવાના બનાવમાં આ પોલ ઉભા કરવાની કામગીરી કરતી પી બોક્ષ પ્રાઇવેટ લિમિટેડની બેદરકારી જણાઈ રહી છે. કંપની દ્વારા અઠવાડિયા સુધી ખાડાઓ ખોદીને મૂકી દીધા હતા. હાલ પાંચ કામદારો માંડવી રેફલર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે બે કામદારોને સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button