ગુનોતાપી

નિઝરમાં ટ્રાયબલ સબ પ્લાન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને હેરાનગતિ

તાપી જિલ્લાનાં નિઝર તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ ટ્રાયબલ સબ પ્લાન યોજના હેઠળ આવાસ યોજનાનો લાભ ધરાવતા ઘણા લાભાર્થીઓને આજ દિન સુધી બીજો અને ફાઇનલ હપ્તાનું ચુકવણું કરવામાં આવેલ નથી. તાલુકામાં ઘણા એવા લાભાર્થીઓના પાકા મકાનોનું બાંધકામ અધ્ધર તાલ જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ ઘણા લાભાર્થીઓના પાકા મકાનોનું બાંધકામ પૂર્ણ થઇ ગયેલ હોવા છતાં પણ લાભાર્થીઓને બીજો અને ત્રીજો હપ્તાનું ચુકવણું કરવામાં આવેલ નથી.

પ્રધાનમંત્રી આવાસ યોજના અને ટ્રાયબલ સબ પ્લાન યોજના અંતર્ગત આવાસ યોજનાનો લાભ ધરાવતા લાભાર્થીઓને બીજો અને ફાઇનલ હપ્તાનું ચૂકવણું બાકી હોવા અંગે તેમજ ચાર જેટલાં લાભાર્થીઓના આવાસ યોજનાનો હપ્તાની રકમ અન્ય વ્યક્તિના બેંક ખાતામાં જમા થયેલ હોવા અંગે ગત તારીખ 28/11/2023 ના રોજ વ્યાવલ ગ્રામ પંચાયત, હિંગણી ગ્રામ પંચાયત, સરવાળા ગ્રામ પંચાયત, પીપલોદ ગ્રામ પંચાયત અંતુર્લી ગ્રામ પંચાયતના સરપંચો અને દેવાળા ગ્રામ પંચાયતના માજી સરપંચ અને વહીવટદાર સહીત લાભાર્થીઓ દ્વારા નિઝર તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જે લેખિત રજૂઆતને પંદરથી પણ વધુ દિવસો પસાર થઇ જવા છતાં લાભાર્થીઓને બીજો કે, ત્રીજો હપ્તાનું ચુકવણું કરવામાં આવ્યું નથી. કાચા મકાન ઘરાવતા ગરીબ કુટુંબ પરિવારોને પાકા મકાનો બનાવવા માટે સરકાર દ્વારા ટ્રાયબલ સબ પ્લાન યોજના અંતર્ગત તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસ યોજનાનો લાભ આપવામાં આવેલ છે. લાભાર્થીઓ દ્વારા પોતના કાચા મકાનો તોડીને પાકો મકાનોનું બાંધકામ શરૂ કરી દીધું છે.જેમાં ઘણા લાભાર્થીઓના પાકા મકાનોનું બાંધકામ પૂર્ણ થઇ ગયું છે. આ બાબતે નિઝર તાલુકા વિકાસ અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરતા જણાવ્યું હતું. કે, લાભાર્થીઓના ઓનલાઇન બીલો બનાવી દીધેલ છે. જે બીલો ઓડિટમાં મોકલી આપેલ છે. ઓડિટ થઇ જાય એટલે ચુકવણું કરી દેવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button