નર્મદા

નર્મદા પોલીસે સેલંબામાં હિંદુ-મુસ્લિમ સમાજના લોકોની બેઠક યોજી

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ગામ ખાતે હિંદુ જાગરણ શૌર્ય યાત્રા પર થયેલ પત્થરમારાને કારણે કોમી રમખાણ ફાટી નીકળ્યું હતું. જેમાં આગ ચંપી અને તોડફોડની ઘટનાઓ પણ બની હતી. ત્યારે સાગબાર પોલીસે સામસામે ફરિયાદો નોંધી 20 જેટલા લોકોની ધરપકડ કરી હતી. જેઓ હાલ જેલમાં છે. ત્યારે સેલંબા ગામમાં સાંતી સ્થપાય એવા તમામ પ્રયત્નો કરી નર્મદા પોલીસે સેલંબા ગામને ફરી ધબકતું કરી દીધું છે.

તાજેતરમાં નર્મદા ઇન્ચાર્જ પોલીસ અધ્યક્ષ વાણી દૂધાતની આગેવાનીમાં હિંદુ-મુસ્લિમ સમાજના આગેવાનોને ભેગા કરીને તેમને જરૂરી સલાહ સૂચનો આપવામાં આવી હતી. જેમની સાથે ડીવાયએસપી જી.એ સરવૈયા, સાગબારા પી.એસ.આઈ સી ડી.પટેલ સહિત પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.

પોલીસ અધીક્ષક વાણી દૂધાત લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, જે લોકો જેલમાં છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. બાકી જો સામાજિક આગેવાનો પાસે કોઈ બીજા પુરાવા હોય કે કોઈ આ બાબતમાં મહત્વની કડી હોય તો પોલીસને જાણ કરે એટલે આ કેસ પોલીસે સારી રીતે કામ કરે અને નિર્દોષ વ્યક્તિઓને મુશ્કેલી ના થાય. આમ નર્મદા પોલીસે દ્વારા જિલ્લામાં શાંતી બરકરાર રહે ભાઈચારાનું વાતાવરણ રહે એવા પ્રયત્નો હાલ કરવામાં આવી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button