માંગરોળ

કીમથી કોસંબા તરફ જતા લોકો સાચવીને જજો, નહીં તો માંગરોળના કુંવરદા ગામ પાસે રસ્તામાં પડ્યો છે 8 થી 10 ફૂટ ઊંડો ભૂવો

એકાદ મહિનાથી વધારે સમય થઈ ગયો પણ, તંત્રને ના તો ભૂવો દેખાયો, તંત્ર તો ફક્ત મોટી જાનહાની થવાની રાહાજોઈને બેઠી છે!

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામથી કોસંબા ગામ તરફ જતા રસ્તા પર માંગરોળના કૂવારદા ગામમાં પાટિયા પાસે એક મસમોટા ભૂવો પડી ગયો છે. આ ભૂવો લગભગ એક મહિના પહેલાથી પડેલો છે અને ભુવાની ઊંડાઈ અંદાજિત 8-10 ફૂટ છે. કીમ-કોસંબા રસ્તા પર રોજ બહોળી સંખ્યામાં વાહનો પસાર થાય છે. રસ્તાની લગોલગ પડી ગયેલા ભુવાના કારણે વાહનચાલકોને સતત અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. એક મહિના કરતાં વધુ સમય વીત્યો છતાં અધિકારીઓને આ ભુવો ધ્યાને આવતો નથી. જો કોઈ બાળક અથવા નાનું વાહન ભુવામાં પડી ગયું તો શું થાય એનું નક્કી નથી, તેમજ થોડા દિવસમાં ચોમાસા દરમિયાન મોટી દુર્ઘટના થવાની પ્રબળ શક્યતાઓ છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી કરવામાં આવે તે જરુરી બન્યું છે.

Related Articles

Back to top button