નર્મદા

સાગબારા તાલુકામાં પોલીસો અને યુવાનો વચ્ચે સર્જાયેલી ઘટના બાબતે ભોગ બનનારને ન્યાય અપાવવા ભારત આદીવાસી સંવિધાન સૈના અને International Human Right protection council વતી ડો.અશ્વિન વસાવાનું આવેદન પત્ર

યુવાનોને ન્યાય અપાવવા Actrocity ની કલમો લગાડી FIR દાખલ કરવી, ન્યાય નહી મળે તો જન આંદોલન, તેની જવાબદારી રાજયપાલની રહેશે ?

નર્મદા જિલ્લામાં કે અન્ય વિસ્તારોમાં જ્યારે જ્યારે આદીવાસી સમાજ પર ગમે તે આપત્તિ આવે તે સમયે હંમેશાં ડો.અશ્વિન વસાવા અવાજ ઉઠાવતાં રહ્યાં છે. તે પૈકી સાગબારા તાલુકામાં થયેલ પોલીસો અને યુવાનો વચ્ચે થયેલ ઘર્ષણ બાબતે ભારત આદીવાસી સંવિધાન સૈના અને International Human Rights વતી ડો.અશ્વિન વસાવાએ મામલતદાર સાગબારા ને આવેદનપત્ર આપી જણાવ્યું છે.કે,તા.૪ જૂન ૨૦૨૪ના રોજ યુવાનો અને પોલીસો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું તેમાં યુવાનો પોલીસો એ બેરહેમ રીતે મારતા થુવાનો સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.

તે સંદર્ભે ભોગ બનનાર યુવાનોને ન્યાય મળે તે માટે પોલીસો પર એટરોસિટી એક્ટની કલમો અને FIR દાખલ કરવું જોઈએ. અને તે આદીવાસી યુવાને ન્યાય આ વે ન્યાય મળવો જોઈએ.અગર વહીવટી તંત્ર આ બાબતે નિષફળ જશે ભારત આદીવાસી સેના જન આંદોલન કરશે અને તેની જવાબદારી રાજયપાલની રહેશે.

 

Related Articles

Back to top button