ઉમરપાડાગુજરાતગુનોદક્ષિણ ગુજરાતબ્લોકરાજનીતિરાજ્યસુરત

વિકાસશીલ ગુજરાતમાં ધૂળિયા રસ્તાઓને પાકા બનાવવાનું સરકાર કરતી હતી ખોટા દાવા. ઉમરપાડા થી દેવઘાટ જતો રસ્તો વર્ષોથી ખખડધજ

ઉમરપાડા થી દેવઘાટ પ્રવાસ સ્થળે જવાનો મુખ્ય રસ્તો હોવા છતાં કાદવ કિચ્ચડ અને ખાડા ખોબોચિયા થી ખદબધે છે. જે વિકાસના પુરાવા પુરવાર કરે છે

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ઉમરપાડા લથી અંદાજે 12 કિલોમીટર દૂર દેવ ઘાટ પરિસર કેન્દ્ર પ્રવાસધામ આવેલું છે.
ઉમરપાડાથી દેવઘાટ પરિસર તરફ જવાનો રસ્તો અંદાજે 12 કિલોમીટર જંગલ વિસ્તારમાંથી પસાર થાય છે. સદર રસ્તા પર થોડા થોડા અંતરે ખૂબ જ ખાડા ખાબોચિયા અને પાણીથી ભરપૂર હોવાને લઈ ટુ-વીલ/ ફોરવીલ વાહન ચલાવી પ્રવાસધામે જવા માટે પ્રવાસ યાત્રીઓ હેરાન પરેશાન થઈ જાય છે. કેટલાક પ્રવાસ યાત્રીઓના રસ્તામાં ગાડીઓ પંચર પડે છે જે રસ્તો ખરાબ હોવાના કારણે લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવે છે.
ત્યાથી આગળ જતા દેવઘાટ પ્રવાસન પરિસર કેન્દ્ર આવેલું હોય ત્યાં કેટલાક વર્ષોથી ધોધના સ્થળે આ પારથી પેલા પારે જવા માટે વે-બ્રિજ લાખોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. સદર વે – બ્રિજ છેલ્લા કોરોના સમયથી બંધ હાલતમાં પડેલ છે. છેલ્લા ત્રણ વર્ષથી ત્યાં બનતા બે બ્રીજ ની ઊંચાઈ વધારવાનું કામ રનીંગમાં હોવાથી થી આગળ રાહદારીઓ માટે અવરજવર બંધ કરવાનું પ્રતિબંધ ફરમાવતું સાઈન બોર્ડ લગાવવામાં આવેલ છે.
જ્યારે પ્રવાસીઓના મુખે ચર્ચાઈ રહ્યું છે કે આજે છેલ્લા બે ત્રણ વર્ષથી ત્યાં બ્રિજની ઊંચાઈ વધારવાનું કામ કાજ કોઈ કરવામાં આવતું નથી. સતા પ્રજાને ગુમરાહ કરવા માટે કામ રનીંગમાં હોવાનું સાઈન બોર્ડમાં લેખિતમાં પ્રસિદ્ધ કરેલ છે.
શું ? વિકાસશીલ ગુજરાતમાં આ વિકાસ બાબત ના અખાડા નથી. શું ? આ બાબતે ગેર રીતીઓ નથી જણાઈ આવતી. પર્યટન વિભાગ ગુજરાત રાજ્ય ગુજરાતના ખૂણે ખૂણેથી પર્યટન વિકસાવવા માટે જવાબદાર અધિકારીઓ પાસેથી દરખાસ્ત માંગે છે. ત્યારે આ દેવઘાટ પ્રવાસ સ્થળે જવા માટે અંદાજે ૧૨ કિલોમીટરનો રસ્તો તેમજ વે બ્રિજનું કામ અધૂરું કેમ છોડવામાં આવ્યું એ તપાસનો વિષય બને છે.
હાલમાં ગુજરાતભરમાં ઇલેક્શન આવી રહ્યા હોય, ઇલેક્શન ને ધ્યાનમાં લઇ અને દેવ ઘાટ પરિસર સુધી પ્રવાસીઓને સહી સલામત પહોંચાય, ત્રાસ વગર ત્યાં પહોંચી શકે, કોઈ હેરાન પરેશાન ના થાય. તેને ધ્યાનમાં લઇ ઉમરપાડા થી દેવઘાટ સુધીનો રસ્તો ડામર રસ્તો બનાવવામાં આવે અને તાત્કાલિક અસરથી માર્ગ મકાન વિભાગ પંચાયત પેટા વિભાગ ઉમરપાડા આ રસ્તાના ખાડા તાકીદે પુરાણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. તેમજ દેવઘાટ પરિસરમાં ધોધના સ્થળે આ કિનારેથી પહેલા કિનારે જવા માટે જે વે બ્રિજ બનાવવામાં આવેલ છે એ વેબ્રીજનું કામ કયા કારણે અટકેલું છે તેની તપાસ ઉચ્ચ કક્ષા વન વિભાગ તરફથી થવી જોઈએ તેમજ તે બ્રિજના સ્થળે બ્રિજનું કામ રનિંગ હોવાનું પણ દર્શાવી રહ્યા છે. ત્યારે તે બાબતે તે કામમાં પ્રજાના મુખે કયા કારણે કામ અટકેલું છે. ત્યારે આ બાબતે વન વિભાગના ઉચ્ચ તપાસીલ અધિકારીએ તેમજ થયેલ કામો બાબતના બિલોની ઝીણવટ પૂર્વક એન્ટીકરપ્શન બ્યુરો અમદાવાદ તરફથી પણ તપાસ કરવામાં આવે અને સાચું તથ્ય બહાર લાવવામાં આવે તેવું સ્થાનિક લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button