રાજનીતિરાજસ્થાન

આજથી રાજસ્થાનના પ્રવાસે PM મોદી, શાહ અને ડોભાલ…, 3 દિવસ સુધી જયપુર હાઇ એલર્ટ પર, જાણો પ્લાન

PM મોદી આજે સાંજે લગભગ 6 વાગે જયપુર પહોંચશે જ્યાંથી તેઓ સીધા પ્રદેશ ભાજપ કાર્યાલય જશે, BJP હેડક્વાર્ટરમાં બેઠક યોજ્યા બાદ તેઓ મોડી સાંજે રાજભવન પહોંચશે

  • રાજસ્થાનમાં ભાજપની જીત બાદ પ્રથમવાર PM મોદી રાજસ્થાનની મુલાકાતે 
  • PM મોદી, અમિત શાહ અને અજીત ડોભાલ ત્રણેય જયપુરમાં  
  • લોકસભા ચૂંટણીની રણનીતિ ને લઈ નેતાઓ સાથે બેઠક કરશે PM મોદી
  • PM મોદી 58મી ડીજીપી-આઈજીપી નેશનલ કોન્ફરન્સમાં ભાગ લેશે

આપણાં પાડોશી રાજ્ય રાજસ્થાનમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે પ્રથમ વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનની મુલાકાતે છે. વાત જાણે એમ છે કે, આજે સાંજે અંદાજિત 6 વાગે PM મોદી જયપુર પહોંચશે. જ્યાં તેઓ ભાજપ કાર્યાલય ખાતે લોકસભા ચૂંટણીની રણનીતિ ને લઈ નેતાઓ સાથે બેઠક કરશે. આ સાથે અન્ય કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ત્રણ દિવસ સુધી જયપુરમાં જ છે તો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ જયપુરમાં હાજર રહેશે. આ PM મોદી, અમિત શાહ અને અજીત ડોભાલ ત્રણેય જયપુરમાં હોવાથી સમગ જયપુર હાઇએલર્ટ પર છે.

વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ પહેલીવાર જયપુર આવશે PM મોદી 

રાજસ્થાનમાં જંગી જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પહેલીવાર રાજસ્થાનની મુલાકાતે છે. PM મોદીનાના સ્વાગત માટે માત્ર ભાજપ કાર્યાલય જ નહીં પરંતુ સમગ્ર જયપુર શહેરને સજાવવામાં આવ્યું છે. જયપુરનું ભાજપ કાર્યાલય રંગબેરંગી રોશનીથી ઝગમગી રહ્યું છે જ્યારે ગુલાબી શહેર પણ ભગવા થઈ ગયું છે. જયપુરની તમામ મહત્વની ઈમારતોમાં લાઈટો લગાવવામાં આવી છે.

3 દિવસ માટે હાઈ એલર્ટ પર જયપુર  

જયપુર આજથી ત્રણ દિવસ માટે હાઈ એલર્ટ પર રહેશે. PM મોદી આજે સાંજે લગભગ 6 વાગે જયપુર પહોંચશે જ્યાંથી તેઓ સીધા પ્રદેશ ભાજપ કાર્યાલય જશે. PM બન્યા બાદ PM મોદી પહેલીવાર BJP ઓફિસ આવી રહ્યા છે જ્યાં તેઓ લોકસભા ચૂંટણીને લઈને મહત્વની બેઠક કરશે. તે અહીં લગભગ દોઢ કલાક રોકાશે. PM મોદી બે દિવસ જયપુરમાં રહેશે. BJP હેડક્વાર્ટરમાં બેઠક યોજ્યા બાદ તેઓ મોડી સાંજે રાજભવન પહોંચશે. જ્યાં ડિનર કરી અને ત્યાં આરામ પણ રાજભવનમાં જ કરશે. બીજા દિવસે 6 જાન્યુઆરીએ તેઓ DG IG કોન્ફરન્સમાં ભાગ લેશે. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, પ્રદેશ પ્રમુખ જોશી અને અન્ય નેતાઓએ પાર્ટી કાર્યાલય ખાતે બેઠક યોજી તૈયારીઓની સમીક્ષા કરી હતી. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ જયપુરમાં  

આવતીકાલે PM મોદી 58મી ડીજીપી-આઈજીપી નેશનલ કોન્ફરન્સમાં ભાગ લેશે. જયપુરના ઝાલાના રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટરમાં આજથી શરૂ થનારી કોન્ફરન્સમાં ભાગ લેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે જયપુર પહોંચી રહ્યા છે. તેઓ આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ કોન્ફરન્સ 5, 6 અને 7 જાન્યુઆરી સુધી ચાલશે. અમિત શાહ સતત 3 દિવસ જયપુરમાં રહેશે.

તમામ રાજ્યોના DG-IG હાજર રહેશે

આ કોન્ફરન્સમાં તમામ રાજ્યોના ડીજી અને આઈજી ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત 8 કેન્દ્રશાસિત પ્રદેશોના આઈજી પણ હાજર રહેશે. આ સંમેલનની અધ્યક્ષતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ કરશે. કોન્ફરન્સમાં માત્ર પોલીસિંગ અને આંતરિક સુરક્ષા અંગેની બેઠક જ નહીં, નવા ક્રિમિનલ કાયદાના અમલ માટેના રોડ મેપ પર પણ ચર્ચા કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) અને પોલીસ મહાનિરીક્ષક (આઈજીપી) રેન્કના લગભગ 250 અધિકારીઓ કોન્ફરન્સમાં ભાગ લેશે જ્યારે 200 થી વધુ અધિકારીઓ ઑનલાઇન જોડાય તેવી શક્યતા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button