દેશ

અયોધ્યાથી દિલ્હી પરત ફરતા જ PM મોદીએ મોટી યોજનાનું કર્યું એલાન

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરકાર આગામી સમયમાં પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવા જઈ રહી છે.

  • અયોધ્યાથી પરત ફર્યા બાદ pm મોદીનો પહેલો નિર્ણય
  • પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરાશે
  • સરકાર એક કરોડ ઘરો પર રૂફટોપ સોલર લગાવવાના લક્ષ્ય સાથે કામ કરશે

આજે અયોધ્યામાં ભગવાન શ્રી રામના જય જયકાર કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતવાસીઓ માટે મોટી જાહેરાત કરી હતી. આ જાહેરાતથી દેશના ગરીબોને મોટી મદદ મળશે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરકાર આગામી સમયમાં પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવા જઈ રહી છે. મોદીએ આ વેળાએ એવું પણ કહ્યું હતું કે અયોધ્યાથી પાછા ફરતા બાદ તેમણે મહત્વનો નિર્ણય લીધો છે અને તેમાં પોતાની સરકાર એક કરોડ ઘરોમાં રૂફટોપ સોલાર લગાવવાનો લક્ષ સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરશે.

ભારતીયની છત પર તેમની પોતાની સોલાર સિસ્ટમ હોવી જોઈએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ પોસ્ટ શેર કરી હતી. તેમણે કહ્યું હતું કે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના અલૌકિક અવસર પર હવે મારો સંકલ્પ વધુ મજબૂત બન્યો છે. હવે ભારતીયની છત પર તેમની પોતાની સોલાર સિસ્ટમ હોવી જોઈએ.

  • એક કરોડ ઘર પર સોલર રૂફટોપ લગાવવાના લક્ષ્ય સાથે સૂર્યોદય યોજના કરશે શરૂ
  • સૂર્યવંશી ભગવાન શ્રીરામના આલોકથી દુનિયામાં સૌ લોકો ઉર્જા પ્રાપ્ત કરે છે
  • આજના શુભ અવસરે મારો સંકલ્પ છે કે ભારતવાસીઓની છત પર પોતાની સોલાર રૂફટોપ સિસ્ટમ હોય
  • આ યોજનાથી ગરીબ અને મધ્યમવર્ગના લોકોનું વીજળીનું બિલ ઓછું થશે
  • દેશ ઉર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર પણ બનશે

દેશને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની દિશામાં પણ કામ કરશે

વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું હતું કે અયોધ્યાના ઐતિહાસિક નિર્ણય બાદ પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન કરી પરત ફરતી વેળાએ મારો પહેલો નિર્ણય એ છે કે, અમારી સરકાર એક કરોડ ઘરોમાં રૂફટોપ સોલાર લગાવવાના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે. આ માટે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવશે. આ યોજના માત્ર ગરીબ અને મધ્યમ વર્ગના વીજળીના બિલમાં ઘટાડો જ નહીં કરે પરંતુ દેશને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની દિશામાં પણ કામ કરશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button