માંગરોળ

મોસાલી નવીનગરીમાં વાછરડાની કતલ વેળા પોલીસ પહોંચી, કુલ ચાર વાછરડાના રૂ.4400નો મુદ્દામાલ કબજે

માંગરોળ તાલુકાના મોસાલી ગામના નવી નગરી ફળિયામાં વાછરડાની કતલ કરી રહેલા બે ઈસમો પોલીસ આવતા ભાંગી છૂટતા બંનેને વોન્ટેડ જાહેર કરી રૂ 4400 મુદ્દામાલ કબજે લીધો હતો.

અ.હે.કો. કેતનભાઇ પ્રેમજીભાઇ,પો.કો. મેલાભાઈ સાગરભાઇ, પેટ્રોલિંગમાં હતા ત્યારે પો.કો. વિપુલભાઈ વિક્રમભાઈ મેર ને અંગત અને ભરોસા પાત્ર બાતમીદાર થકી બાતમી મળેલ કે, મોસાલી ગામ નવીનગરી ફળીયામાં રહેતા ઇબ્રાહીમ ગુલશન પઠાણ અને હુસેન ઇબ્રાહીમ પઠાણ ગાયોનુ કતલ કરી માંસનું વેચાણ કરનાર છે. તે રીતેની બાતમી હકીકત મળતા સાથેના પોલીસ માણસોને બાતમી હકીકતથી વાકેફ કરી ખાનગી વાહનમાં બેસી પોલીસ કર્મચારીઓ બાતમી વાળી જગ્યાએ રેડ કરી હતી. ત્યારે મોસાલી ગામ નવીનગરી ફળીયું ખાતે રહેતા ઇબ્રાહીમ ગુલશન પઠાણ અને હુસેન ઇબ્રાહીમ પઠાણના ઘરના પાછળના વાડામાં પહોંચી પંચો રૂબરૂ દૂરથી જોતા ઇબ્રાહીમ ગુલશન પઠાણ અને હુસેન ઇબ્રાહીમ પઠાણ એક નાનો કાળો રંગનો વાછરડો ને કતલ કરવા માટે જમીન પર સુવડાવેલ અને તેના બંન્ને પગ દોરડા વડે હુસેન ઇબ્રાહીમ પઠાણ બાંધતો હતો. તેને કાપવાની તૈયારી કરતા હતા અને વાછરડો કાપતા બન્ને ઇસમો ઇબ્રાહીમ ગુલશન પઠાણ અને હુસેન ઇબ્રાહીમ પઠાણે પોલીસને ઓળખી જતા જગ્યા ઉપરથી નાસવા લાગતા પોલીસે બન્નેને ઉભા રહેવા બુમ પાડવા છતા જગ્યા ઉપરથી નાસી ગયાં હતાં. સદર જગ્યાએ જોતા કતલ કરવા સુવડાવેલ એક વાછરડો અને બીજા ત્રણેય વાછરડાને ખૂબ ટૂંકા દોરડા વડે બાંધી ઘાસ પાણીની વ્યવસ્થા ન કરી ક્રૂરતાપૂર્વક બાંધી રાખેલ હતા. સ્થળ પરથી કતલ કરવાના છરા બાંધવા માટે દોરડું સહિતનો મુદ્દામાલ કબજે પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button