ગુજરાતમહારાષ્ટ્ર

આદીવાસીઓની બહેન-દીકરીઓની ઈજ્જતને ઠેસ પહોંચાડનાર ટીમલી કલાકાર સામે પોલીસ ફરીયાદ

ટીમલી કલાકાર નરવતસિંહ પર પોલીસ ફરીયાદ થતાં શાન ઠેકાણે આવી. એફીડેવિડ કરી માફી માંગી

આદીવાસીઓના ઘણાં બધાં સામાજીક સંગઠનો દ્રારા આદીવાસીઓની સભ્યતાં, સંસ્કૃતિ અને રિતિરિવાજો પર ગીતો કે ટીમલીઓ અવારનવાર બહાર પડે છે. એ પરંપરા ઘણાં વર્ષોજૂની છે.

પરંતુ આજકાલની કેટલી ટીમલીઓ પોતાની ટીઆરપી ઉંચી કરવાં આદીવાસી સમાજ વિશે હેલફેલ તથા અભદ્ર અને અપમાન-જનક શબ્દો પ્રયોગ પણ થતો જોવા મળે છે. જેનાથી આદીવાસી સમાજને ઠેસ પહોચે છે.

તે બાબતે આદીવાસી સમાજના ટીમલી કલાકાર નરવતસિંહ કાનસિંગભાઈ રાઠવા રહે- દેવફળિયું- ઉંડવાએ વારંવાર આદીવાસીઓની બહેન-દીકરીઓને લાંછન, અપમાન જનક શબ્દો પ્રયોગ અને ઠેસ પહોચે તેવી ટીમલીઓ અવારનવાર રજુ કરતાં રહ્યાં હતાં. જેથી આદીવાસી સમાજની લાગણીઓ દુભાઈ રહી હતી. તેથી ટીમલી કલાકાર નરવતસિંહને આવી આદીવાસી સમાજને ઠેસ પહોચે, એવી ટીમલીઓ ન બનાવવા સૂચન કરવામાં આવેલ હતું. છતાં પણ સૂચનનું ઉલ્લંઘન કરીને આદીવાસી બહેન- દીકરીઓની ઈજ્જત કે ઠેસ પહોચે તેવી ટીમલીઓ રજુ થતાં આખરે ગોઠ ગામના સામાજીક કાર્યકર મહેન્દ્રભાઈ નરવતભાઈ રાઠવાએ ટીમલી કલાકાર વિરૂધ્ધ રાજગઢ પોલીસ સ્ટેશનમાં તા.૭/૪/૨૦૨૪ ના રોજ ફરીયાદ નોંધવામાં આવી હતી. અને ફરીયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, એક અઠવાડીયા અગાઉ યુ-ટ્યુબ ” સાવિક સ્ટુડીઓ ઘોંઘંબા”ચેનલ ઉપર અપલોડ ટીમલીનું ટાઈટલ” નરવતનો પાવર”ટીમલી ૧૨ મિનિટ અને ૧૦ સેકન્ડ પર ” કોલેજ વાળી છોકરીઓ સેટીંગ કરે “નામની ટીમલી તેમાં કહેલ કે,” મારા ભાઈ આ પરજ વાળી મારવા જાય અને એ પાછાં રખડવા જાય” તેમ ઉલ્લેખ કરેલ છે. ત્યારે પોલીસ ફરીયાદ થતાં ટીમલી કલાકારની શાન ઠેકાણે આવતાં તા.૮/૪/૨૦૨૪ ના રોજ એફિડેવિડ રજુ કરી માફીમાં જણાવ્યું કે હવે પછી આદીવાસી સમાજની બહેન- દીકરીઓને લાંછન ન લાગે, લાગણીઓ ન દુભાઈ અને અપમાન જનક શબ્દો ન વાપરુ અને અપલોડ થયેલ ટીમલીઓ ડિલીટ કરી નાખવાની તેમજ હવે ફરી પાછી ભુલ થાય તો કાયદેસરની કાર્યવાહી કરવાની બાંહેધરી સાથે માફીનું સોગંધનામાં દ્રારા માફી માંગી ટીમલી કલાકાર નરવતસિંહે પોતાની ભુલ સ્વીકારી લીધી છે. અને મામલો થાળે પાડવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button