ગુનોતાપી

વેડછીમાં રસ્તો ખુલ્લો કરવા મામલતદારના હુકમનો અમલ કરવા જતાં પોલીસ ફરિયાદ

મામલતદારે પાંચ માસ અગાઉ કરેલા હુકમની અમલવારી જાણ વિના કરવા ગયાના આક્ષેપો

વેડછી ગામે માલિકીની જમીનમાંથી અવરજવર કરવા માટે રસ્તો ખુલ્લો કરવા બાબત વાલોડ મામલતદારનાં પાંચ માસ અગાઉ થયેલ હુકમને પગલે સર્કલ ઓફિસર વાલોડે જેસીબી લઈ બાંધકામ દૂર કરતાં મામલો ગરમાયો હતો. આગોતરી કોઈપણ નોટિસ વિના પશુપાલકના ઢોરઢાખરનું બાંધકામ દૂર કરવાનાં આક્ષેપો સાથે ઘટનાની વાલોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજ કરવામાં આવી છે.

વાલોડ તાલુકાના મોજે વેડછી ગામે બ્લોક નંબર 125 વાળી માલિકીની જમીનમાંથી લાગુ નંબર જમીનવાળાઓ રસ્તાનો ઉપયોગ કરી રહ્યા હતા, સને 2021 ના મે મહિનામાં જમીન માલિકે પોતાની જમીનમાંથી રસ્તો જતો હોય એ સ્થળે રસ્તામાં ઢોર ઢાંખર માટેનો કોઢાર બનાવી દીધેલ હતું અને રસ્તા ઉપર પાણી માટે પાણીનો બોર કરવામાં આવ્યો હતો. લાગુ નંબરના જમીન માલિકનો રસ્તો બંધ થતાં તેના પાક લઈ જવા માટે તથા લાવવા માટે ખેડૂતને મુશ્કેલીઓ પડતી હોવાથી આ બાબતે વાલોડ મામલતદાર સમક્ષ કેસ ચાલી જતા સર્કલ તથા પંચોના જવાબના આધારે તત્કાલીન મામલતદાર નેહાબેન સવાણીએ 28 જૂને રસ્તો ખુલ્લો કરી આપવા હુકમ કર્યો હતો, જેના પાંચ – પાંચ માસ બાદ પણ રસ્તો ખુલ્લો ન થયો હોય અને એકાએક સુષુપ્ત અવસ્થામાંથી સફાળા જાગી જઈ તા.5 મી ડિસેમ્બરે સ્થળ પર સરપંચ,રાહુલભાઇ સર્કલ ઓફીસર તથા પોલીસ સહિત અન્ય 6 ઈસમો પંચો સ્થળ પર પહોંચી જઈ જેસીબીથી રસ્તા પરનું ઢોરનું રહેઠાણ મામલતદારના હુકમનો અમલવારીના ભાગરૂપે તોડી પાડવામાં આવ્યું હતું. આ બાબતે સમગ્ર ઘટનાને લઇ જમીન માલિકે મોડી સાંજે વાલોડ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોંચ્યા હતા. જેમાં ઘર માલિક પ્રભાવતીબેન જયંતીભાઈનાં જણાવ્યા મુજબ અમને બાંધકામ દૂર કરવા આગોતરી કોઈ નોટિસ આપવામાં આવી નથી અમે અન્ય સ્થળેથી રસ્તો આપવા તૈયાર હતા પરંતુ અમારી પાસે લેખિતમાં સર્કલ માંગતા હોય જે આપેલ ન હતો આવનારા ઈસમોએ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી જેસીબી અને ટ્રક લાવી જેસિબી દ્વારા ઘરને તોડફોડ કરી રસ્તો બનાવ્યાના આક્ષેપો કરતા કાર્યવાહી કરવા આવનારા અને હાજર રહેનારાઓ પર આક્ષેપો કરવામાં આવ્યા સર્કલ ઓફિસર વાલોડ મામલતદાર પરેશ ધામેલે જણાવ્યું હતું કે મામલતદાર દ્વારા લેખિતમાં ઓર્ડર મળતા ફરજના ભાગરૂપે હુકમની અમલવારી કરી છે. સ્થળ પર જઇ સમજણ આપી વાલોડના મામલતદાર તેજલબેન પટેલના જણાવ્યા મુજબ જમીન ધારણ કરતા સ્થળ પર આવ્યા હતા એમને સમજણ આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button