માંડવી

માંડવીના કરંજ ગામે ફરી પરપ્રાંતીય યુવાનોએ 3 બાળકીઓને છેડતી કરી

માંડવી પોલીસ સ્ટેશનમાં પોકસો એક્ટ હેઠાલ ગુનો નૌધાયો

  • શું ગુજરાતમાં પરપ્રાંતીય લોકોથી ગુજરાતમાં મહિલા અસુરક્ષિત છે?

સુરત જિલ્લાના માંડવી તાલુકાના એક ગામમાં રહેતી 13થી 15 વર્ષની ત્રણ કિશોરી ઘરેથી નીકળી ચાલતી નજીકના ફળિયામાં જતી હતી. તે સમયે પાનના ગલ્લા ઉપર બેઠેલા ત્રણ શખસોએ કિશોરીઓનો પીછો કર્યો અને પાછળ જઈ શોપિંગ સેન્ટરના પાછળના ભાગે હાથ પકડી લઈ દુપટ્ટો ખેંચી છેડતી કરી હતી. બનાવની જાણ થતાં માંડવી પોલીસે ત્રણેય શખસોની અટક કરી હતી.

  • કેમ આવે છે પરપ્રાંતીય લોકો ગુજરાતમાં?
  • નાની ઉંમરના યુવાનો કેમ આ હિંસા તરફ વળ્યા છે?

માંડવીના કરંજ ગામે કિયા પેલેસમાં રાકેશ સુબલભાઈ મહતો (ઉં.વ.19, મૂળ રહે.ચુટિયાબથન, તા.જિ.ગોડા, ઝારખંડ), જગદેવ પુરાનભાઈ મહતો (ઉં.વ.19, હાલ રહે.ક્રિષ્ના કોમ્પલેક્ષ, હરિયાલ, મૂળ રહે.બરવાટોલા, તા.જી.ગોડ્ડા, ઝારખંડ) અને અરવિંદ મુકેશભાઈ મહતો (ઉં.વ.20, હાલ રહે. ઓવરબ્રિજ પાસે મારવાડીની બિલ્ડિંગમાં, કરંજ. મૂળ રહે.બારવાટોલા, તા.જિ.ગોડ્ડા, ઝારખંડ) કંપનીમાં નોકરી કરે છે.

  • શું શહેરીકરણ અને ખાનગીકરણની અસરો તો નથી ને?
  • શું કુટુંબથી એકલા અટૂલા રહેવાના આ છે પરિણામો?

ત્રણેય શખસો અંજલી કંપનીના ગેટ પાસે આવેલા ગલ્લા ઉપર બેઠેલા હતા. દરમિયાન બપોરના સમયે ધો.8માં અભ્યાસ કરતી 15 વર્ષની કિશોરી પડોશમાં રહેતી 13 વર્ષની બે બહેનપણી સાથે ચાલતી બીજા ફળિયામાં જતી હતી. તે સમયે રાકેશ મહતો, જગદેવ મહતો અને અરવિંદ મહતોએ શોપિંગ સેન્ટરના પાછળના ભાગેથી રસ્તે જઈ ત્રણેય કિશોરીઓનો પીછો કરી હાથ પકડી દુપટ્ટો ખેંચી છેડતી કરી હતી.

ત્રણેયે છેડતી કરતાં કિશોરીઓ છોડાવીને ભાગી ગઈ હતી. બનાવ અંગે માંડવી પીઆઈ એચ.બી.પટેલે 15 વર્ષની કિશોરીની ફરિયાદ લઈ રાકેશ મહતો, જગદેવ મહતો અને અરવિંદ મહતોની વિરૂદ્ધ છેડતી અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી અટક કરી આગળથી કાર્યવાહી હાથ ધરી હતી. બનેલી ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

Related Articles

Back to top button