ઉમરપાડાગુનો

ઉમરપાડાના વાડી ગામે પેટ્રોલ પંપમાંથી 3.80 લાખ ચોરી કરનાર ચોરને પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યો

એલસીબી પોલીસે પૂર્વ બાતમીનાં આધારે ઉમરપાડાનાં વાડી ગામની સીમમાં આવેલ પેટ્રોલ પંપ પર ત્રાટકેલા બુકાનીધારી રાજસ્થાની તસ્કરોએ પંપની ઓફિસમાં પ્રવેશ કરી ટેબલમાં મુકેલ 3 લાખ 80 હજાર રોકડાની ચોરી કરી ફરાર થઇ જવાનાં મામલે પોલીસે રાજસ્થાનથી એક આરોપીને બે લાખ રૂ રોકડા સાથે ઝડપી પાડતા ચકચાર મચી ગઇ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર થોડા દીવસ પૂર્વ ઉમરપાડાનાં વાડી ગામેથી ઝંખવાવ જતા નેશનલ હાઇવે નં-56 પર આવેલી વિજયલક્ષ્મી નાયરા પેટ્રોલીયમની ઓફીસમાં મુકેલા કબાટનું લોકર તોડી 3 લાખ 80 હજારની ચોરી કરનાર આરોપી દેવેન્દ્રસિંગ મોહનસિંગ અને જેની સાથેનાં બે અજાણ્યા ઇસમો પૈકી એક આરોપી દિનેશ બસ્તીમલ લુહાર (રહે ઇશરો કા બાડીયા જી.ભીલવાડા (રાજસ્થાન)નો છે.

જે હાલ તેનાં વતનમાં હોવાની એલસીબી પોલીસ ને બાતમી મળી હતી. હરકતમાં આવેલી એલસીબી પોલીસે ઉપરોકત બાતમી વર્ણન અનુસાર સદર આરોપીનાં વતન રાજસ્થાનનાં ભીલવાડા ખાતે પહોંચી જઇ આરોપી દિનેશ લુહારને ત્યાથી ઝડપી પાડયો હતો. હાલ પોલીસે આરોપી દિનેશ પાસેથી ચોરીમાં ગયેલા રોકડા 02 લાખ રૂનાં મુદ્દામાલ કબ્જે લઈ જેને ઉમરપાડા પોલીસને સુપ્રત કરી આગળની દિશામાં તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.

Related Articles

Back to top button