માંગરોળ

કોસંબાનાં લબલેક એપાર્ટમેન્ટનાં ફ્લેટમાંથી 98 હજાર કિંમતનાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે ભાઇઓની અટકાયત

કોસંબા પોલીસે કોસંબા ગામની સીમમાં આવેલ એપાર્ટમેન્ટનાં ફ્લેટમાંથી પૂર્વ બાતમીનાં આધારે મેફેડ્રોન માદક પદાર્થ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડી કુલ 1 લાખ 50 હજારનાં મુદ્દામાલ સાથે પોલીસે બે સગા ભાઇઓની અટક કરતા ચકચાર મચી ગઇ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર કોસંબા ખાતે આવેલ ખાનજી પટેલની ચાલમાં આવેલ લબબેક એપાર્ટમેન્ટનાં ફ્લેટ નં-204માં સુરત ખાતેથી માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ લાવી જેનું વેચાણ કરતો હોવાની બાતમી પોલીસને મળી હતી. ઉપરોક્ત બાતમી વર્ણન અનુસાર પોલીસે વર્કઆઉટ કરી બાતમી વર્ણન અનુસાર ઉપરોક્ત ફલેટ પર છાપો મારી પોલીસે સહેજાદખાન ઉર્ફે સૈજુ એઝાઝખાન પઠાણ (ઉં.વ.23 રહે લબબેક એપાર્ટ મેન્ટ રૂમ નં-204 મુળ રહે કોસાડ આવાસ અમરોલી સુરત), સાહીલખાન એઝાઝખાન પઠાણ (ઉં.વ.22 રહે લબબેક એપાર્ટમેન્ટ મૂળ રહે કોસાડ આવાસ સુરત)ને પોલીસે ઝડપી પાડી જેમની પાસેથી 98 હજાર 700 કિંમતનો 9.87 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ પોલીસે ઝડપી પાડ્યું હતું.

પોલીસે કુલ 1.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

પોલીસે બંને પાસેથી 11 હજારની 200 ચલણી નોટો, 40 હજારના બે મોબાઇલ મળી પોલીસે કુલ 1 લાખ 50 હજાર 400નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસે ઉપરોક્ત બંને ભાઇઓની અટક કરી જેમની પૂછપરછ કરતા સુરત કોસાડનાં રહિશ બંને ભાઇઓ સુરતથી માવીયા કુરેશી પાસેથી ડ્રગ્સનો જથ્થો લાવી એક બીજાની મદદગારીથી ડ્રગ્સનો જથ્થો છુટકમાં વેચાણ કરતા હતા. જોકે પોલીસે ઉપરોક્ત બંને ભાઇઓ સાથે સાથે માલ પુરો પાડનાર માવીયા કુરેશી (રહે સુરત)ની સામે ગુનો દાખલ કરી પોલીસે માવીયા કુરેશીને વોન્ટેડ જાહેર કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button