રાજનીતિસુરત

સુરતના ભાજપના મળતીયાઓને કારણે 10 લાખ જેટલા દુકાનદારો પર 200 કરોડનો આર્થિક બોજઃ AAP કોર્પોરેટર

સુરત મહાનગરા પાલિકાના સુરત ટેક્ષટાઈલ માર્કેટ પાસેથી ૭૦ કરોડ રુપીયાની ઉઘરાણી બાકી હોવો છતાં પણ કોઈ બાબતની પાલિકા તરફથી એકશન લેવામા આવતી નથી. સામાન્ય સભામાં કોર્પોરેટર મહેશ અણધણ દ્વારા સવાલ પુછવામાં આવ્યો હતો.

કોર્પોરેટર દ્વારા પુછવામાં આવેલા સવાલના જવાબમાં પાલિકા તરફથી અંદાજે ૫૩ કરોડ રુપીયા મુદ્દલ અને ૧૭ કરોડ જેટલું વ્યાજ સહિત ૭૦ કરોડ રુપીયા બાકી હોવા છતા પાલિકા આ બાબતે કોઈ એકશન લેતી નથી તેવું તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું કે, એક સામાન્ય દુકાનદારનો વેરો બાકી હોય તો પાલિકા સીલ મારી દે છે પણ સુરત ટેક્ષટાઈલ માર્કેટ બાબતે ભેદભાવ છે. આ બાબતે કોર્પોરેટર મહેશ અણધણે જણાવ્યું કે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પાટીલ બન્યા છે ત્યારબાદ ઠરાવો બદલીને ૪૯ વર્ષની બદલી ૯૯ વર્ષ માટે ભાજપ શાષકોએ આ મિલકત ભાડે આપી અને આ રુપીયા ભરવામાં લેટ થાય તો માત્ર ૪ ટકા વાર્ષિક વ્યાજની વસુલાત કરવાની રહે છે. ભાજપ શાષકોએ આ રુપીયાની સરભર કરવા માટે ટેક્ષટાઈલ માર્કેટની અન્ય ૫૦ હજાર જેટલા વેપારી સહિત શહેરના ૬૫ લાખ લોકો પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા વેપાર કરનાર ૧૦ લાખ જેટલા દુકાનદારો પર વાર્ષિક ધોરણે ૩૩% જેટલા વેરો વધારીને ૨૦૦ કરોડ રુપીયાનો બોજ સામાન્ય વ્યકિત પર નાખવામાં આવ્યો છે. જેના બદલામાં કમલમ ખાતે આ સુરજ ટેક્ષટાઈલ માર્કેટના વેપારી દ્વારા ફંડ આપવાનું પણ સેટલમેન્ટ થયુ હોવાનું બહાર આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button