નર્મદા

ડયુટી ઉપરાંત પાણી ભરવાનું શુધ્ધા શાળામાં કામ કરતાં પ્રવાસી શિક્ષકને સાંસદ/ સરપંચની દખલગીરીથી સસ્પેન્ડ

સોસ્યલ મિડીયામાં પાણીની સમસ્યા બાબતે સરકારનું ધ્યાન દોરતો વિડીયોથી સંસદ નિરાકરણ લાવવાને બદલે શિક્ષકનું જ નિરાકરણ કરી નાખ્યું.

  • પરિવારના ૮ સભ્યોનું પાલન પોષણ કરતો પ્રવાસી શિક્ષકનો સાંસદે ભોગ લીધો.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના પાનખલા ગામે પ્રાથમિક શાળાના ધોરણ ૧ થી ૮ માં ઉપલી માથાસર ગામના ભારજી વસાવા છેલ્લાં ૫ વર્ષથી પ્રવાસી શિક્ષક તરીકેની સેવા આપતો હતો.અને તે શિક્ષક તરીકેની પ્રવૃત્તિ ઉપરાંત ત્રણ વર્ષથી માથે માટલું લઈ પાણી સુધ્ધાં ભરી નિષ્ઠાપુર્વક સેવા કરી રહ્યો હતો.

પરંતુ ભારજી વસાવા એક સામાજીક દ્રષ્ટિકણના વ્યક્તિ હોય તેમણે ઉપલી ભર ઉનાળએ પાણીની તકલીફ વર્તાતી હોવાથી પાણીની સમસ્યાને લઈને સોશ્યાલ મિડીયામાં વિડીયો વાયરલ કરતાં શાશક પક્ષના સાંસદ અને સરપંચ પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવાને બદલે કદાચ સંસદ અને સરપંચની દખલગીરીને કારણે બિજા જ દીવસે કે આર શ્રોફ ફાઉન્ડેશન- અમદાવાદના માનવ સંશાધનના પ્રબંધક પોલોમી પટેલ દ્રારા તા. ૨૮/૩/૨૦૨૪ ના રોજના ફરજમુક્તિનો લેટર સોપી દેવામાં આવતાં શિક્ષક આલમમાં ઘેરા પ્રતિઘાતો પડ્યાં છે.

ખરેખર ભાવિ નાગરિકનું ઘડતર કરનાર શિક્ષક છે .પરંતુ તે સંસ્થાનો કર્મચારી હોવાછતાં સમાજના સામાજીક સમસ્યાઓ રજુ કરવાનો અધિકાર પણ છે.તે નેતાઓ પોતાની નિષ્ફળતાં છુપાવવા બિજાનો ભોગ લે એ યોગ્ય નથી.પોતે નેતાઓ પ્રજાના પ્રશ્નો સાંબળી નિરાકરણ લાવવાની ફરજ છે.પણ સમાજમાં સમસ્યા રજુ કરનારનું જ નિરાકરણ એ એક પ્રકારનું દબાણ કહી શકાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button