તાપી

કુકરમુંડામાં આદિવાસી યુવા સંગઠન દ્વારા ખેડૂતો સાથે થતાં અન્યાય અંગે રજૂઆત

ખેડૂતો સાથે થતા અન્યાય સહિત વિવિધ પ્રશ્નોનું નિરાકરણ નહિ આવે તો આંદોલનની ચીમકી

કુકરમુંડામાં આદિવાસી યુવા સંગઠન દ્વારા કુકરમુંડાના સેવા સદન ખાતે મામલતદારને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ કુકરમુંડા તાલુકામાં જુના કુકરમુંડા ખાતે કાર્યરત ગોવર્ધન સુગર ફેક્ટરી તેમજ નિંભોરા ગામની સીમમાં કાર્યરત ગોવર્ધન સુગર ફેક્ટરીમાં વર્ષોથી શેરડીના વજન કરવા માટે મુકેલ વજન કાંટામાં ડિસ્પ્લે મુકેલું ન હોવાથી ખેડૂતો અને ટ્રેક્ટરના માલિક તેમજ ડ્રાઇવરોને શેરડીનુ વજન કેટલું ઉતર્યુ તેની સચોટ માહિતી મળતી નથી, જેથી શેરડીના ઉતરેલા વજન પર શંકા ઉભી થાય છે અને શેરડીના વજનમાં સુગર ફેક્ટરી દ્વારા કચરો વધારે બતાવવામાં આવે છે. તેના પૈસા પણ કાપવામાં આવે છે. તેમજ શેરડી કટિંગ કરતા મજૂરોની ટુકડીના મુકળદમ દ્વારા ખેડૂતો પાસેથી પૈસાની માંગણી કરતા હોય છે.

ખેડૂતોને રોજે રોજ શેરડીના વજનની માહિતી મોબાઈલમાં મળી રહે તે માટે એસ. એમ. એસની સુવિધા દાખલ કરે અને મોબાઇલ એપ્લિકેશનની સુવિધા ઉભી કરવામાં આવે. જેથી ખેડૂતોને શેરડીના પાકની નોંધણીથી લઇને બેંક ખાતામા રૂપિયા જમા થાય ત્યાં સુધીની સંપૂર્ણ માહિતી મળી રહે, ગોવર્ધન સુગર ફેક્ટરી તથા મેગા ઇથેનોલ ફેક્ટરીમાં સ્થાનિકો લોકોને રોજગારી આપવામાં આવે. વર્ષોથી ગોવર્ધન સુગર ફેક્ટરી કાર્યરત હોવા છતાં સ્થાનિક આદિવાસીને આ કેક્ટોરી દ્વારા રોજગારી આપવામા આવી નથી. મેઘા લિપ ઇરીગેશન દ્વારા ખેડૂતોના ખેતરમાં ખોદકામ કરવામાં આવ્યુ છે. જેમાં ખેડૂતો સાથે મહેનતાણાં અને પાક નુકસાન અંગે કોઇ જ પ્રકારની ચોખવટ કરવામાં આવી નથી. માત્ર 10થી 15 હજાર રૂપિયા આપી જમીનમાં ખોદકામ કરી લીધું છે.

જેની તપાસ કરી ખેડૂતોને યોગ્ય ભાવ મુજબ ચૂકવણું કરવામાં આવે. જે ખેડૂતોઓની જમીન ઉકાઇ અસરગ્રસ્ત વિસ્તાર છે અને ઉકાઇ ડેમના લેવલ સુધી પાણી ભરતા હોવા છતાં ડૂબાણમાં જમીન જતી નથી. તેવા ખેડૂતોને વીજ કનેશન આપવામાં આવે. તેમજ ખેડૂતોના પાકો માર્કેટમાં આવી ગયા હોવા છતાં પણ કુકરમુંડા APMC માર્કેટ બંધ હાલતમાં છે. જે વહેલી તકે ચાલુ કરવામાં આવે જેથી ખેડૂતોને સરકાર દ્વારા આપવામાં આવતા ટેકા ભાવનો લાભ મળી રહે તેવી માંગણી કરી છે. તમામ માંગણીનું નિરાકરણ સાત દિવસમાં નહિ આવે તો આદિવાસી યુવા સંગઠન તથા ખેડૂતો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button