ડાંગ

પદભાર સંભાળતા જ આહવા તાલુકા પંચાયત પ્રમુખનો સપાટો

અનેક કામોની સમીક્ષા કરી તાત્કાલિક કામોના પેમેન્ટ કરાવ્યા

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ સુરેશભાઈ ચૌધરી એક્શન મોડમાં જોવા મળી રહ્યાં છે. સ્થાનિકોની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળની રજૂઆતને લઈને બેઠક યોજીને લાભાર્થીઓના ખાતામાં હપ્તાની રકમ જમા કરાવવામાં આવ્યા તેમજ મુશ્કેલી જણાય તો સીધો સંપર્ક કરવાની સૂચના આપવામાં આવી હતી.

આહવા તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ સુરેશભાઈ ચૌધરીએ કાર્યભાર સંભાળતાની સાથે જ લોકોની રજૂઆતને ધ્યાને લઈને તાલુકા વિકાસ અધિકારી સાથે મિટિંગનું આયોજન કર્યું હતુ. લોકોની રજૂઆત હતી કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના બીજા અને ત્રીજા હપ્તાની રકમ લાભાર્થીઓને ચૂકવવામાં આવે ત્યારે બેઠકમાં તાલુકા પંચાયતનાં પ્રમુખ સુરેશભાઈ ચૌધરીએ 15 દિવસમાં હપ્તાની રકમ ચૂકવવા માટે સૂચના આપી હતી.

136 જેટલા લાભાર્થીના ખાતામાં હપ્તાની રકમ જમા કરવામાં આવી હતી અને તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા મનરેગા હેઠળ ક્યાં ક્યાં કામ ચાલે છે તેની પણ માહિતી માંગવામાં આવી હતી. વધુમાં તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીનું કામ પૂર્ણ થઈ ગયું હોય પરંતુ તેના હપ્તા બાકી હોય તો તેઓ તાલુકા પંચાયત પ્રમુખનો સીધો સંપર્ક કરી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button