તાપી

માંડવી-શેરૂલ્લા રસ્તા પર ખેરવાડા ગામ પાસે અંજના નદી તથા લીંબી ગામ પાસે ધામણી નદીના પુલો પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

માંડવી-શેરૂલ્લા રસ્તા પર ખેરવાડા ગામ પાસે અંજના નદી તથા લીંબી ગામ પાસે ધામણી નદી પર આવેલા પુલો એન.ડી.ટી ટેસ્ટના પરીણામો મુજબ નબળા હોઈ, આ પુલો પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકવો ટ્રાફિક સલામતીની દ્રષ્ટિએ આવશ્યક હોવાથી આ પુલો પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકવા તથા આ રસ્તા પરથી પસાર થતા વાહનોને અન્ય વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવા માટેનું જાહેરનામુ લંબાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જે.વલવી દ્વારા જણાવાયું છે.

આ જાહેરનામા અનુસાર, તાપી જિલ્લા કાર્યપાલક ઈજનેર, (મા.મ.) સ્ટેટ વિભાગ દ્વારા જણાવ્યાનુસાર ઉક્ત પુલો નબળાં હોવાથી તેના પર ભારેથી અતિભારે વાહનોના અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવાનું જાહેરનામું બહાર પાડવું જરૂરી જણાય છે. જેથી માંડવી-શેરૂલ્લા રસ્તા પર ખેરવાડા ગામ પાસે અંજના નદી તથા લીંબી ગામ પાસે ધામણી નદી પર પુલો પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવા હુકમ કરવામાં આવ્યો છે. જેથી ભારેથી અતિભારે વાહનોના અવર-જવર માટે અન્ય વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.

જેમાં સોનગઢથી માંડવી જવા માટે સોનગઢથી ઇન્દુ (વ્યારા) NHAI-53 (19.00 કિ.મી.) તથા ઇન્દુથી માંડવી (ઊંચામાળા બેડકુવા-રતનીયા-તરસાડા) NH-56 (27.00 કિ.મી.) રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામું આગામી તા.25-11-2023 સુધી અમલમાં રહેશે. નાગરિકો માટે મુશ્કેલી ન સર્જય તે માટે દિશા સુચક બોર્ડ, સલામતી અંગેની જાહેરાતનાં બોર્ડ કાર્યપાલક ઇજનેર, મા.મ.સ્ટેટ, વિભાગ, તાપી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button