માંડવી

અરેઠ ગામે સ્ટોન ક્વોરી બંધના વિરોધ માટે હજારોની સંખ્યામાં ગ્રામજનોએ રેલી કાઢી મામલતદારને આવેદન પાઠવ્યું

માંડવી તાલુકાના અરેઠ ગામના ગ્રામજનો છેલ્લા કેટલાય સમયથી ગામની આજુબાજુમાં ચાલતી સ્ટોન ક્વોરીને લઈ પરેશાન થઈ ચૂક્યાં છે. ક્વોરી દ્વારા કરવામાં આવતા આડેધડ બ્લાસ્ટને લઈ ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બ્લાસ્ટને લઈ ગ્રામજનો રોજેરોજ ભૂકંપનો અનુભવ થઇ રહ્યો છે.

અરેઠ ગામની આજુબાજુમાં 5 જેટલી ક્વોરીઓ આવેલી છે. આ ક્વોરી દ્વારા પથ્થર ફોડવા માટે બ્લાસ્ટ કરવામાં આવે છે. પહેલા દિવસ દરમ્યાન એકવાર સામાન્ય બ્લાસ્ટ કરવામાં આવતો હતો, પરંતુ હવે 100 – 100 ફૂટ ડ્રિલ કરીને વેગન બ્લાસ્ટ કરવામાં આવે છે. જેને લઈ ગામમાં ધરતીકંપ અનુભવાય છે, બ્લાસ્ટને કારણે ઘરની દીવાલોમાં તિરાડો પડી ગઈ છે, કાચા ઘરોના નળિયાં અને પતરાઓ બ્લાસ્ટિંગથી ઉડીને પડતા પથ્થર પડવાના કારણે તૂટી જાય છે, પાણીના સ્તર નીચા જઈ રહ્યા છે.

ક્વોરી વિરોધમાં લડત આપી રહેલા ગ્રામજનો દ્વારા આજરોજ માંડવી ખાતે એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી. અને માંડવી મામલતદાર તેમજ માંડવી પોલીસને આવેદન આપવામાં આવ્યું હતું. તેમજ સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો આવતી 1 તારીખે રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. વિશાળ રેલીને લઈને સુરત ગ્રામ્ય DYSP બી.કે વનાર સહિતના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહ્યાં હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button