ડાંગ

ડાંગમાં ગેરકાયદેસર ઈંટનાં ભઠ્ઠા બંધ કરાવવા બીએસપી પ્રમુખ આમરણાંત ઊપવાસ પર

ડાંગ જિલ્લામાં ચાલતાં પ્રદુષણ ઓકતાં ભઠ્ઠાઓથી જાગૃત નાગરીકો ભારે નારાજ થઈ આમરણાંત ઊપવાસ પર બેસી જતાં વહીવટીતંત્ર દોડતું થઈ ગયું હતું. પોલીસે તમામને ડિટેઇન કર્યા હતા. ડાંગ જિલ્લામાં ઠેર-ઠેર ગેરકાયદેસર ઈંટનાં ભઠ્ઠાઓ ચાલી રહ્યાં છે. આ બાબતે કેટલાક જાગૃત નાગરિકોએ કલેકટરને આવેદનપત્ર આપી ડાંગ જિલ્લામાંથી ઈંટનાં ભઠ્ઠા દુર કરવાની માંગ કરી હતી.

જેના ભાગરૂપે તંત્રએ ખેડૂતોને ઈંટનાં ભઠ્ઠા બંધ કરવાની નોટિસ આપી દંડ ફટકારી હાથ ઊંચા કરી લેતાં જાગૃત નાગરિકોમાં નારાજગી વ્યાપી ગઈ હતી અને આમરણાંતની ઊપવાસની ચીમકી આપવાં છતાં તંત્ર દ્વારા દરકાર નહી કરાતાં આખરે ન્યાય માટે બુધવારે ડાંગ બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ મહેશ આહિરે તેમનાં સમર્થકો સાથે નગરનાં ગાંધીબાગમાં ગાંધીજીનાં સ્ટેચ્યુ પાસે આમરણાંત ઊપવાસ પર બેસી જતાં વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું. આહવા પોલીસે તમામ કાર્યકરોને ડિટેઇન કરી બાદમાં મુક્ત કર્યા હતા. તંત્રની આવી બેજવાબદાર નીતિનાં પગલે ડાંગમાં સરકાર તેમજ વહીવટીતંત્ર સામે અસંતોષ ફેલાઇ ગયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button