ગુનો

નર્મદ યુનિ.ની ઉત્તરવહીઓ સ્કેન કરવા પુણેની કંપનીને કોન્ટ્રાકટમાં તપાસનો રાજ્યપાલનો આદેશ

1.75 લાખ વિદ્યાર્થીઓની 10 લાખ ઉત્તરવહી સ્કેન કરવા વિશાઇન કંપનીને નીતિનિયમો વિરુધ્ધ 3.50 કરોડનો કોન્ટ્રાકટ આપી દેવાયો હતો

એપ્રિલ- મે મહિનામાં લેવાયેલી પરીક્ષામાં અંદાજે ૧.૭૫ લાખ વિદ્યાર્થીઓની ૧૦ લાખ ઉતરવહીઓ જે સ્ક્રેન કરાવી અધ્યાપકોને મૂલ્યાંકન માટે અપાઇ હતી. તે ઉતરવહીઓનો કોન્ટ્રાકટ પુણાની વિશાઇન કંપનીને સરકારના નીતિ નિયમો વિરુદ્વ આપ્યાની જે આક્ષેપિત ફરિયાદ થઇ હતી. તેના પડધા છેક રાજયપાલ ભવન સુધી પડતા ત્યાંથી ગાંધીનગર  પ્રિન્સીપાલ સેક્રેટરી એજયુકેશન વિભાગને જરૃરી પગલાં લેવા આદેશ કરતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

નર્મદ યુનિવર્સિટી દ્વારા લેવાઇ રહેલી પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓની ઉતરવહીઓ ઓનલાઇન સ્ક્રેન કરીને અધ્યાપકોને ઓનલાઇન ચકાસણી કરવા માટે પુણાની વિશાઇન ટ્રેક પ્રા.લિને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. જેને લઇને સેનેટ સભ્ય ભાવેશ રબારીએ રાજયપાલ સુધી ફરિયાદ કરી હતી કે કોરોનાકાળ પૂર્ણ થયો હોવાછતા હજુ સુધી સતાધીશોનો ઓનલાઇન મોહ ઓછો થયો નથી. કોરોનાકાળમાં ઓનલાઇન પરીક્ષાઓ લેવાતી હતી. હવે આ પરીક્ષાનો વિરોધ થતા હવે ઓફલાઇન પરીક્ષાઓ લેવાઇ છે. પરંતુ પુણાની વિશાઇન કંપની પ્રત્યે યુનિવર્સિટીને ભારે લાગણી હોઇ તેમ ઓનલાઇન પરીક્ષા બંધ થતા હવે વિદ્યાર્થીઓની ઉતરવહીઓ ઓનલાઇન સ્ક્રેન કરીને અધ્યાપકોને ઓનલાઇન ચકાસણી માટે આપી રહ્યા છે. જેમાં અધ્યાપકોને ઉતરવહીઓ ચકાસવાના રૃા.૩૦ મળે છે. ત્યારે ફકત સ્ક્રેન કરવાના એક પુરવણી દીઠ રૃા.૩૫ કંપનીને ચૂકવાઇ રહ્યા છે.

આ આક્ષેપિત ફરિયાદમાં વધુમાં જણાવ્યુ હતુ કે એપ્રિલ-મે ૨૦૨૩ દરમ્યાન જે પરીક્ષાઓ લેવાઇ હતી. તે પરીક્ષામાં ૧.૭૫ લાખ વિદ્યાર્થીઓની અંદાજે ૧૦ લાખ ઉતરવહીઓ સ્ક્રેન કરાવી છે. આથી અંદાજે સાડા ત્રણ કરોડ થાય છે. આ તમામ આ કંપનીને યેનકેન પ્રકારે અને ખોટી રીતે કરોડો રૃપિયા કમાવી આપવા માટે સરકારના  નીતિ નિયમો વિરુદ્ર કામગીરી થઇ છે. ખાસ કરીને આ કંપનીને ટેન્ડર વગર રી-વાઇઝડ વર્ક ઓડર આપીને જે કામ સોંપવામાં આવ્યુ છે. તેની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરાઇ હતી.

આ માંગને લઇને રાજયપાલ ભવન સુધી પડધા પડયા છે. અને સેકશન ઓફિસર આર.કે. તિવારીએ રાજયના પ્રિન્સીપાલ સેક્રેટરી એજયુકેશન વિભાગને જરૃરી કાર્યવાહી કરવા માટે આદેશો કર્યા હતા. જેને લઇને ટેન્ડર વગર નર્મદ યુનિવર્સિટીમાં અને શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button