ઉમરપાડા

ઉમરપાડા તાલુકાના એક ગામમાં પતિ અન્ય સ્ત્રી સાથે જતો રહ્યા બાદ પરિણીતા અને સસરા વચ્ચે ઝઘડો

181 અભયમની ટીમે કાયદાકીય સમજ આપી સમાધાન કરાવ્યું

ઉમરપાડા તાલુકાના એક ગામમાં રહેતી પરિણીતાથી તેનો પતિ અન્ય સ્ત્રી સાથે અલગ રહેતો હોય. જ્યારે પરિણીતાના સાસરા તેના દીકરાને અન્ય સ્ત્રી સાથે ઘરે રહેવાનું જણાવતાં પરિણીતા અને સસરા સાથે અવાર નવાર ઝઘડો થતો હતો. જેથી પરિણીતાએ 181ને ફોન કરી મદદ માંગતાં ટીમ ઘટના સ્થળે પહોંચી સસરાનું કાઉન્સલિંગ કરી કાયદા અંગે સમજ આપતાં સુખદ સમાધાન કરાવ્યું હતું.

ઉમરપાડા તાલુકાના એક ગામમાંથી પીડિત મહિલાનો 181 મહિલા હેલ્પ લાઈન પર મદદ માટે કોલ આવ્યો હતો. પરિણીતાએ જણાવ્યું હતું કે 13 વર્ષના લગ્નજીવન દરમિયાન મારા પતિનો પાંચ વર્ષથી અન્ય સ્ત્રી સાથે સબંધ છે અને સાત મહિનાથી પતિ અન્ય સ્ત્રી સાથે રહેતાં હોય. તેમના પતિ હોળીના તહેવારમાં ઘરે આવતાં બોલચાલ થયેલ અને પતિ ઘરેથી અન્ય સ્ત્રીના ઘરે જતા રહ્યા હોય. પીડિત બહેનને સાસુ સાસરાથી ઘરમાં પહેલેથી અલગ રહેતી હોય. પરિણીતાને પતિને ઘર ખર્ચ માટે રૂપિયા આપતો ન હોય. પરિણીતાના સસરા તેના દીકરાને અન્ય સ્ત્રી સાથે ઘરે રહેવા માટે જણાવતાં હોય જેથી પરિણીતા અને સસરા સાથે ઝઘડો થયો હતો. 181ની ટીમે પરણિતાના સસરાને કાઉન્સિલર દ્વારા સસરાને લગ્નજીવનની ગંભીરતાથી અને પારિવારિક જવાબદારીથી વાકેફ કરેલ હતાં. પરિણીતાને ઘરે શાંતીથી રહેવા અને ફરી ઝગડો ન કરે તેની બાહેંધરી આપતા બંને પક્ષો એ સ્થળ પર સમાધાન કરાવ્યું હતું. પોતાનું તેમજ ભવિષ્ય અંગે સમજ આપતા તેમને કાયદાકીય જવાબદારીનું ભાન કરાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button