કારોબારગુજરાતદક્ષિણ ગુજરાતબ્લોકમાંડવીરાજનીતિરાજ્યસુરત

દેવગઢમાં યુરિયા મેળવવા મળસ્કે 5 વાગ્યેથી લાઈન લાગે છે

આધારકાર્ડને આધારે ખાતરનું વિતરણ

માંડવી તાલુકાના દેવગઢ ખાતેની સહકારી મંડળીમાં છેલ્લા કેટલાક સમયથી યુરિયા ખાતરનો અપૂરતો જથ્થો આવતાં ખેડૂતોએ નવી સમસ્યાનો સમનો કરવો પડે છે. મંડળીના સંચાલકો માટે પણ ખેડૂતોને પૂરતો ન્યાય આપવામાં અનેક મુશ્કેલીનો સમનો કરવો પડી રહ્યો છે.

માંડવી ઝંખવાવ રોડને અડીને આવેલ દેવગઢ ગામ ખતે કાર્યરત દેવગઢ વિભાગ ખેડૂતોની મોટા કદની સેવા સહકારી મંડળી દ્વારા ખેડૂતો યુરિયા ખાતર પૂરતા પ્રયત્નો હાથ ધરવમાં આવ્યા હતાં, પરંતુ કેટલાક દિવસથી કંપનીમાંથી યુરિયા ખાતરનો અપૂરતો જથ્થો આવતો હોય. ખેડૂતોની જરૂરિયાત પુરી કરવામાં મંડળીને નિષ્ફળત મળી રહે છે.

હાલમાં શેરડીના ઊભા પાક ઉપરાંત ડાંગરમાં પણ યુરિયા ખાતરની જરૂર હોય છે. એવા સંજોગોમાં ખેડતોને યુરિયા ખાતરનો જથ્થો વધુ પ્રમાણમાં જરૂરી હોય છે. પરંતુ અપૂરતા જથ્થાના કારણે મંડળી દ્વારા આધારકાર્ડ દીઠ થોડા પ્રમઆમમં યુરિયા ખાતરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આધારકાર્ડને આધારે ખાતરનું વિતરણ
મંડળી દ્વારા વધુ ખેડૂતોને યુરિયા ખાતર મળી રહે તે માટે આધારકાર્ડ દીઠ જથ્થાના પ્રમાણના વિતરણ કરવામાં આવી રહ્યું છે. કંપની દ્વારા વધારે જથ્થો ફાળવવામાં આવે તે જરૂરી છે. જથ્થાના પ્રમાણમાં આધારકાર્ડ દીઠ 2 અથવા 5 બેગો આપવામાં આવી રહી છે. હસમુખભાઈ ચૌધરી (પ્રમુખ, દેવગઢ સેવા સહકારી મંડળી)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button