ગુનોતાપી

આર. ટી.આઈ હેઠળ ખોડદા ગામ પંચાયતની માહિતી માંગતા ધમકી

વિસર્જનમાંથી પરત ફરતા પંચાયત ઓફિસ સામે યુવકને આંતર્યો

તાપીનાં નિઝર તાલુકાનાં ખોડદા ગામ ખાતે ગત રોજ ગામનાં રહેવાસી એવા કૃપાલભાઈ કિશોરભાઈ પાડવી (ઉ.વ.27) નાઓ ગામમા જ વિઘ્નહર્તા મંડળમાં સ્થાપનાં કરવામાં આવેલ ગણપતિની મૂર્તિનું વિસર્જનની યાત્રામાં ગયા હતા.જે ગણેશજીની શોભા યાત્રા ગામમાં ફેરવી સાંજનાં સમયે વિઘ્ન હર્તા મંડળનાં આયોજકો દ્વારા ગણેશજીની મૂર્તિને વિસર્જન કરવા માટે નિઝરનાં કાવઠા ગામ ખાતે આવેલ તાપી નદીનાં પુલ પાસે જવા માટે રવાના થયાં હતા.અને કૃપાલભાઈ પોતના ઘરે પરત ફરતા હોય તે દરમ્યાન ગ્રામ પંચાયતનાં ઓફિસ સામે ઉભા ખોડદા ગામના જ રહેવાસીઓ સમીરભાઈ જનકભાઈ નાઈક તેમજ મજનુભાઈ રૂપસિંગભાઈ વળવી કહેવા લાગેલ કે, ખોડદા ગ્રામ પંચાયતમાં આર. ટી. આઈ હેઠળ અરજી કરીને કેમ? માહિતી માંગે છે. તેમ કહી ગાળો બોલવા લાગેલ. અને અચાનક મજનુભાઈ ઉશ્કેરાઈ જઈને ઝાપાઝપી કરીને ઢીક્કી-મુક્કીનો માર મારી બંને ઈસમો યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના સ્થળે હાજર ફરિયાદી કૃપાલનો ભાઈ ગોપાલ સાથે પણ ઝાપાઝપી કરી ઢીક્કી મુક્કીનો માર મારતા હોય જેથી ઘટના સ્થળ ઉપર બુમાબુમ થતા ફરિયાદી કૃપાલનાં પિતા કિશોરભાઈ કિશનભાઈ પાડવી અને તેમના દાદા કિશનભાઈ પાડવી ત્યાં આવી જતા વચ્ચે પડીને છોડાવતા હોય તે વખતે ગામનાં જ રૂપસિંગભાઈ હુરાભાઈ વળવીએ ફરિયાદીનાં પિતા સાથે ઝાપાઝપી કરવા લાગેલ. ગામના જ અજયભાઈ દેવીસિંગભાઈ પાડવી પણ ગમે તેમ બોલતા હોવા અંગે નિઝર પોલીસ સ્ટેશનમાં કૃપાલભાઈ કિશોરભાઈ દ્વારા ગામના જ રહેવાસીઓ સમીરભાઈ જનકભાઈ નાઈક, મજનુભાઈ રૂપસિંગભાઈ વળવી, રૂપસિંગભાઈ હુરાભાઈ વળવી અને અજયભાઈ દેવીસિંગભાઈ પાડવીનાં વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button