છત્તીસગઢ

લોકસભા ચૂંટણી પહેલા ભૂપેશ બઘેલ મુશ્કેલીમાં, મહાદેવ એપ મામલે બઘેલ સહિત 21 લોકો સામે નોંધાયો કેસ

રાયપુરની આર્થિક અપરાધ શાખાએ છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ વિરુદ્ધ મહાદેવ એપ કેસમાં બઘેલ અને અન્ય લોકો વિરુદ્ધ FIR નોંધી છે. આઈપીસીની કલમ 120B, 34, 406, 420, 467, 468 અને 471 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સમાચાર એજન્સી ANIના સૂત્રોના જણાવ્યા અનુસાર ભૂપેશ બઘેલ અને અન્ય 21 લોકો વિરુદ્ધ 4 માર્ચે કેસ નોંધવામાં આવ્યો હતો. આ મામલો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા માટે ઘણી સમસ્યાઓ ઉભી કરી શકે છે.

પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ વિરુદ્ધ પોલીસ એફઆઈઆરમાં તેમના પર છેતરપિંડી, ગુનાહિત કાવતરું, વિશ્વાસનો ભંગ અને બનાવટી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 અને 11 સંબંધિત IPCની વિવિધ કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર ભૂપેશ બઘેલ અને અન્ય 21 લોકો વિરુદ્ધ 4 માર્ચે કેસ નોંધવામાં આવ્યો હતો. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા વિરૂદ્ધ કેસ નોંધાતા રાજકીય રીતે તેમના માટે ઘણી સમસ્યાઓ ઉભી થઈ શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button