રાજકોટ

‘આટલા દિવસથી ક્યાં હતા?’, સિવિલ પહોંચેલા રૂપાલા-રામ મોકરિયાને મૃતકોના સ્વજનોએ તતડાવ્યા

રાજકોટમાં TRP મોલમાં આગની ઘટનામાં 28 લોકોના મોત નીપજ્યા છે. જોકે મૃતકોમાંથી ઘણા લોકોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી અને DNA સેમ્પલ દ્વારા તેમની ઓળખ કરવામાં આવી રહી છે.

રાજકોટમાં TRP મોલમાં આગની ઘટનામાં 28 લોકોના મોત નીપજ્યા છે. જોકે મૃતકોમાંથી ઘણા લોકોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી અને DNA સેમ્પલ દ્વારા તેમની ઓળખ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ રાજકોટ સિવિલની બહાર પરિજનો સ્વજનોની ડેડબોડી મળે તેની દિવસોથી રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે રાજકોટથી ભાજપના લોકસભા ઉમેદવાર પરષોત્તમ રૂપાલા અને સાંસદ રામ મોકરિયા સિવિલ પહોંચ્યા હતા. આ દરમિયાન લોકોમાં રૂપાલા સામે આક્રોશ જોવા મળ્યો હતો.

પરિજનોએ નેતાઓને ખખડાવ્યા

પરષોતમ રૂપાલાએ પીએમ રૂમ ખાતે મુલાકાત લેતા પીડિત પરિવારજનોએ ઉધડો લીધો હતો અને તેમને સવાલો કર્યા હતા કે, આટલા દિવસથી ક્યાં હતા. ઉપરાંત લોકોએ કહ્યું, તમે મીડિયામાં ફોટા પડાવવા આવો છો.

સિવિલની મુલાકાત બાદ રૂપાલાએ શું કહ્યું?

રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પીએમ રૂમની મુલાકાતે પરષોત્તમ રૂપાલા, કલેકટર પ્રભવ જોશી તેમજ રાજ્યસભાના સાંસદ રામ મોકરીયા પહોંચ્યા હતા. આ બાદ મીડિયા સાથે વાત કરતા રૂપાલાએ કહ્યું કે, કેટલા મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે તે અંગે જાણકારી મેળવવા આવ્યો છું. અત્યાર સુધીમાં 17 મૃતકોના ડીએનએ સેમ્પલ તેમના પરિજનો સાથે મેચ થયા છે. ગેમ ઝોન ખાતે કરવામાં આવેલું બાંધકામ ગેરકાયદે હતું. હું પીએમ રૂમ ખાતે હવે આવ્યો છું, પરંતુ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતો.

તેમણે વધુમાં કહ્યું કે, ખુદ મુખ્યમંત્રી સમગ્ર મામલે રસ દાખવીને કામગીરી પર ધ્યાન આપી રહ્યા છે. SIT દ્વારા કરવામાં આવી રહેલી તપાસના નક્કર પરિણામો આવવાના બાકી છે. સસ્પેન્સન માત્ર કામગીરીનો એક ભાગ છે. અહીંયા આવવાથી વિવાધાન પૈદા થાય એટલા માટે અત્યાર સુધી હું અહીંયા નહોતો આવ્યો. લોકોની લાગણીને અનુરૂપ એક્શન આવે તે પ્રકારના પ્રયાસો કરવામાં આવશે.

 

Back to top button