રાજકોટ

રાજકોટ અગ્નિકાંડ : 27 મૃતદેહનાં DNA મેચ થતા પરિવારજનોને​ સોંપાયા, એક સામે ફરિયાદ દાખલ

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 27ના મૃતદેહના DNA મેચ થયા છે. તે તમામ મૃતદેહને પરિવારજનોને​ સોંપવામાં આવ્યા છે. આ ઉપરાંત એક વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાજ્યના રાહત કમિશનરે આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, ‘હાલ કોઈપણ વાલી વારસ તરફથી તેમના પરિવારજનો ગુમ હોવાની ફરિયાદ પેન્ડિંગ નથી અને 27 મતૃદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે.’

પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યા તેની યાદી:

  • સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા (રાજકોટ)
  • સ્મિત મનીષભાઈ વાળા (રાજકોટ)
  • સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા(રાજકોટ)
  • જીગ્નેશ કાળુભાઈ ગઢવી (રાજકોટ)
  • ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ (ભાવનગર)
  • વિશ્વરાજસિંહ જશુભા જાડેજા (રાજકોટ)
  • આશાબેન ચંદુભાઈ કાથડ (રાજકોટ)
  • સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (જામનગર)
  • નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા (જામનગર)
  • જયંત અનીલભાઈ ઘોરેચા (રાજકોટ)
  • હિમાંશુભાઈ દયાળજીભાઈ પરમાર (રાજકોટ)
  • ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (રાજકોટ)
  • વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (રાજકોટ)
  • દેવશ્રીબા હિતેન્દ્રસિંહ જાડેજા (સુરેન્દ્રનગર)
  • રાજભા પ્રદીપસિંહ ચૌહાણ (રાજકોટ)
  • શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા (ગોંડલ)
  • નીરવભાઈ રસિકભાઈ વેકરીયા(રાજકોટ)
  • વિવેક અશોકભાઈ દુસારા (વેરાવળ)
  • ખુશાલી અશોકભાઈ મોડાસિયા(વેરાવળ)
  • ખ્યાતીબેન રતિલાલભાઈ સાવલિયા (રાજકોટ)
  • હરિતાબેન રતિલલભાઈ સાવલિયા (રાજકોટ)
  • તિશા અશોકભાઈ મોડાસિયા (રાજકોટ)
  • કલ્પેશ પ્રવીણભાઈ બગડા (રાજકોટ)
  • મિતેષભાઈ બાબુભાઈ જાદવ (રાજકોટ)
  • પ્રકાશ કનૈયાલાલ હિરણ (રાજકોટ)
  • મોનુ કેશવભાઈ ગૌંડ
  • અક્ષય કશોરભાઈ ઢોલરિયા

એક વ્યક્તિ સામે ફરિયાદ દાખલ

કેટલાક ઈજાગ્રસ્ત લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે કે મૃત્યુ પામેલા છે તેવી ભ્રામક માહિતી મામલે રાજ્યના રાહત કમિશનરે જણાવ્યું કે, ટ્રીનીટી હોસ્પીટલ દ્વારા સોશિયલ મીડિયામાં વીડિયો દ્વારા રદિયો આપવામાં આવ્યો છે. તેમજ હોસ્પીટલના સંચાલકનું મામલતદાર દ્વારા નિવેદન લઈને માહિતી ખોટી હોવાની ખરાઈ કરવામાં આવી છે. વિજય લાભશંકર પંડયાએ તેમના ભાણેજ અને પાડોશીના બે સંતાનો સહિત ત્રણ વ્યક્તિ ગુમ થયા હોવાની ફરિયાદ કરી હતી. તેમની વિગતો ચકાસતા આ બાબત ખોટી જણાતાં આ વ્યકિત વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી.

આ નંબર પર કોલ કરીને માહિતી મેળવી શકાશે

આમ છતાં હજુ પણ કોઈ વ્યક્તિની ભાળ આગ દુર્ઘટના પછી મળતી ન હોય અને તેમના પરિવારજનોને શંકા હોય તો રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા ફોન નંબર- 83209 65606 , 281 245 7777પર તથા SITના અધ્યક્ષ ભરત બી. બસીયા, મદદનીશ પોલીસ કમિશનર, ક્રાઈમ, રાજકોટ શહરના મો.નં. 9033690990, SITના સભ્ય એમ.આર.ગોંડલિયા, પો.ઇન્સ., ડીસીબી પો.સ્ટ. ના મો.નં.9687654989, એસ.એમ.જાડજા, પો.ઇન્સ., બીડીવીજન પો.સ્ટ. ના મો.નં.9714900997, આર.એચ.ઝાલા, પો.સબ.ઇન્સ., એલસીબી ઝોન-2ના મો.નં.9825855350, ડી.સી.સાકરીયા, પો.સબ.ઇન્સ., ડીસીબી પો.સ્ટ. ના મો.નં.8000040050, ડીસીબી પો.સ્ટે.નં.0281 2444165, રાજકોટ તાલકા પોલીસ સ્ટેશનના નં.0281 2563340 તથા રાજકોટ શહેર પોલીસ કન્ટ્રોલ રૂમના નં. 0281 2547777(100)નો સંપર્ક કરવા જાહેર જનતાને અનરોધ કરવામાં આવ્યો છે.

Back to top button