ગુજરાતરાજનીતિરાજ્ય

ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણી: ડમી ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા

 ભાજપના ત્રણેય ઉમેદવારો થયા બિનહરીફ જાહેર

ગુજરાત રાજ્યસભાની 11 બેઠકો પૈકી ત્રણ સાંસદોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. આ દરમિયાન ત્રણેય બેઠકો પર ભાજપે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી ફોર્મ ભર્યા હતા. વિરોધ પક્ષોએ પોતના ઉમેદવારો ઉતાર્યા ન હતા. આ દરમિયાન આજે ભાજપના ત્રણેય મુખ્ય ઉમેદવારો બિન હરીફ જાહેર થયા છે. ભાજપના એસ જયશંકર, બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલા રાજ્યસભાના સાંસદ બન્યા છે. ત્યારે આગામી 20 જુલાઈથી શરૂ થનારા સત્રમાં દિલ્હી ખાતે ત્રણેય સાંસદ સભ્યો શપથ લેશે.

આ ત્રણ સાંસદોનો કાર્યકાળ થયો પૂર્ણ
ગુજરાતમાં રાજ્ય સભામાં દિનેશ અનાવડિયા, જુગલજી ઠાકોર અને વિદેશમંત્રી એસ.જયશંકરનો 18 ઓગસ્ટે કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. અને જેના જેવા કામના અંદાજે ભાજપે એસ.જયશંકરને રિપીટ કર્યા છે. જ્યારે દિનેશ અનાવડિયા અને જુગલજી ઠાકોરને રિપીટ કર્યા ન હતા. આ દરમિયાન ભાજપે રાજ્યસભા માટે બાબુભાઈ દેસાઇ અને કેસરીસિંહ ઝાલાને મેદાને ઉતાર્યા છે. આમ આ ત્રણેય ઉમેદવારો સામે અન્ય કોઈ પક્ષે ફોર્મ ન ભારત ત્રણેય ઉમેદવરો બીન હરીફ ચૂંટાઈ આવ્યા છે. રાજ્યસભાના ભાજપના ત્રણેય મુખ્ય ઉમેદવારોના ડમી ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા. ડમી ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા ભાજપ ના ત્રણેય મુખ્ય ઉમેદવારો બિન હરીફ જાહેર થયા છે. રજની પટેલ, રમેશ હુંબલ અને પ્રેરક શાહે ડમી ઉમેદવારી ફોર્મ ભર્યા હતા

ગુજરાત રાજ્યભાની તમામ બેઠકો પર ભાજપ કબજો કરશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામની અસર રાજ્યસભામાં પણ જોવા મળશે. ગુજરાત રાજ્યની રાજ્યસભાની 11 બેઠકો માંથી ત્રણ બેઠકો કોંગ્રેસ પાસે છે. શક્તિસિંહ ગોહિલ 2020માં ચૂંટાઇ આવ્યા હતા. તેમનો કાર્યકાળ 2026માં પૂર્ણ થાય છે. ત્યારે પૂરતું સંખ્યાબળ ન હોવાના કારણે તે પણ રિપીટ થઈ શકશે નહીં. ત્યારે અમી યાજ્ઞિક અને નારણભાઈ રાઠવા પણ કોંગ્રેસ તરફથી રાજ્યસભાના ઉમેદવાર છે. જે એપ્રિલ 2018માં ચૂંટાઈ આવ્યા હતા. જેમનો કાર્યકાળ આવતા વર્ષે 2024માં પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે આવતા વર્ષે પણ ભાજપના ઉમેદવાર જ ચૂંટણી જીતશે. આમ 2026 સુધીમાં ભાજપ પાસે રાજ્યસભાની તમામ બેઠકો હશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button