બારડોલીશિક્ષણ

શું આ છે ગુજરાતની શિક્ષણ નીતિ? રાયમની શાળા ખંડેર હોવાથી ભૂલકાઓ ખુલ્લા આકાશ નીચે ભણવા મજબૂર

અધિકારીઓને 8 વર્ષથી રજૂઆતો છતાં આ શાળા જોડે અન્યાય

  • તંત્રની લાલિયાવાડીને કારણે હળપતિ સમાજ માટે બનાવેલી પ્રાથમિક શાળાની હાલત દયનીય
  • ધો.1થી 5માં ભણતા 45 બાળકો કડકડતી ઠંડીમાં શાળાના પટાંગણમાં બેસી પાયાનું શિક્ષણ લઇ રહ્યા છે

એક તરફ સરકાર સ્માર્ટ શાળાઓ બનાવી રહી છે ત્યારે તંત્રની લાલિયાવાડીને પરિણામે બારડોલી તાલુકાના રાયમ ગામે હળપતિવાસમાં આવેલ રાયમ હળપતિ પ્રા. શાળા શાળા અત્યંત જર્જરિત બની ગઇ છે. પરિણામે શાળામાં 1થી 5ધોરણના 45 વિદ્યાર્થીઓ શાળાના પટાંગણમાં બેસી ખુલ્લા આકાશ નીચેબપાયાનું શિક્ષણ મેળવવા મજબૂર બન્યા છે. જર્જરિત શાળા અંગે શિક્ષિકા દ્વારા વર્ષ 2016થી રજૂઆતો કરવામાં આવી રહી છે છતાં તેની ધ્યાન ન આપવામાં આવતું નથી. શાળાના ઓરડા જર્જરિત અવસ્થામાં પહોંચી ગયા છે. શાળાનાનઓરડા જર્જરિત બની ગયા હોવાથી વિદ્યાર્થીઓને શાળાના પટાંગણમાં અભ્યાસ કરાવવા શિક્ષકો મજબૂર બન્યા છે. શિયાળાની કળકળતી ઠંડીમાં વિદ્યાર્થીઓ ખુલ્લા આકાશ નીચે બેસી અભ્યાસ કરતા નજરે પડ્યા હતાં.શાળાનું પટાંગણ મોટું હોવાથી ઝાડી ઝાંખરીની ભરમાર થઈ જાય છે. જેથી અવાર નવાર સાપ, વીછુ જેવા ઝેરીપ્રાણીઓ નજરે પડતાં શિક્ષકો ચિંતિતબન્યા છે.

  • સાંજ પડતા જ શાળાની કમ્પાઉન્ડ વોલ પર જામે છે દારૂની મહેફિલો
  • કડકડતી ઠંડી વચ્ચે રાયમની પ્રા.શાળાના પટાંગણમાં બેસી પાયાનું શિક્ષણ મેળવી રહેલા ભૂલકાઓ.
  • બાળકીઓએ શૌચક્રિયા માટે પણ ખુલ્લામાં જવું પડે છે

શાળાના શૌચાલય રણ અત્યંત જર્જરિત છે. તેમ છતા છોકરાઓતેનો ઉપયોગ કરી રહ્યાં છે. પરંતુ વિદ્યાર્થિનીઓ માટેનું શૌચાલય એટલી હદે ખરાબ થઈ ગયું છે કે તેને બંધ કરી દેવામાં આવ્યું છે.બાળાઓ ખુલ્લામાં શૌચક્રિયા માટે જઈ રહી છે.

શાળાના ઓરડાની દીવલો પર તિરાડ પડી ગઈ છે. બારી દરવાજા પણ જર્જરિત બન્યા છે. શૌચાલયના કોઈ ઠેકાણા જ નથી. આ શાળામાં ત્રણ ઓરડા હતાં જે પૈકી એક ઓરડો જર્જરિત બનતાં વર્ષ 2017માં તોડી પાડવામાં આવ્યો હતો. આ ઓરડો તોડ્યાને 7 વર્ષ જેટલો સમય થઈ ગયો છતાં નવો ઓરડો બનાવવામાં આવ્યો નથી.

શાળા પૂર્ણ થયા બાદ સાંજ પડતા જ શાળાની કમ્પાઉન્ડ વોલ પર દારૂની મહેફિલ જામે છે. દારૂડિયાઓ દારૂની ખાલી બાટલીઓ શાળામાં તેમજ શાળાની બહાર નાંખી જાય છે. જે બીજા દિવસે સવારે શાળામાં આવતાં વિદ્યાર્થીઓ આવુ જોતા તેના માનસ પટલ પર ખરાબ અસર પડી રહી છે. કમ્પાઉન્ડ વોલને લાગીને સ્થાનિક રહીશો કચરો નાંખી રહ્યાં છે. કચરો એટલી હદે નાંખે છે કે કેટલીક વારતો શાળામાં પ્રવેશવાનું મુશ્કેલ બને છે.સમસ્યા અંગે પંચાયતને રજૂઆતો કરવા છતાં કોઇ ઉકેલ આવતો નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button