કામરેજ 

કામરેજ તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે રેખાબેન પટેલની વરણી કરાઈ

ઉપપ્રમુખની જવાબદારી હર્ષદ ઢોડીયાને સોંપાઈ

કામરેજ તાલુકા પંચાયતની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા બાકીના અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની બિન હરીફ વરણી કરવામાં આવી હતી. તમામ નવ નિયુક્ત હોદ્દેદારોને તાલુકા પંચાયતના સભ્યો તેમજ ભાજપ સંગઠનના હોદ્દેદારોએ અભિનંદન આપ્યા હતા.

કામરેજ તાલુકા પંચાયતની 20 સીટોમાંથી 18 સીટો પર ભાજપનો કબજો રહ્યો હતો અને 2 સીટ આમ આદમી પાર્ટીને ફાળે ગઈ હતી. સ્પષ્ટ બહુમતી ધરાવતા ભાજપ પક્ષ દ્વારા ફરી બાકી રહેલી અઢી વર્ષની ટર્મ માટે તાલુકા પંચાયતના હોદ્દેદારોની બિન હરીફ વરણી કરવામાં આવી હતી.

જેમાં પ્રમુખ તરીકે સેવણી ગામના રેખાબેન પંકજભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ તરીકે હર્ષદ ઢોડીયા, કારોબારી અધ્યક્ષ તરીકે તેજલ મિસ્ત્રી અને શાશક પક્ષના નેતા તરીકે રમેશ શીંગાળાની વરણી કરવામાં આવી હતી. આજરોજ મળેલી સામાન્ય સભામાં તમામ હોદ્દેદારોના નામની સત્તાવાર જાહેરાત કામરેજ પ્રાંત અધિકારી એસ.જી.સાવલીયા એ કરી હતી.

બિન હરીફ વરણી થયેલા તમામ હોદ્દેદારો એ તાલુકા પંચાયતના સભ્યો તેમજ ભાજપ સંગઠનના હોદ્દેદારોનો આભાર માન્યો હતો અને એક બીજાને મો મીઠું કરાવ્યું હતું. નવ નિયુક્ત તમામ હોદ્દેદારોને સુરત જિલ્લા ભાજપ મંત્રી જતિન પટેલ, તાલુકા પ્રમુખ બળવંત પટેલ, જયેશ પટેલ, કમલેશ પટેલ, પૂર્વ તા.પ્રમુખ અજીત આહીર, રસિક પટેલ, કલા ભરવાડ, દિવ્યેશ નવાગામ સહિતના હોદ્દેદારો એ અભિનંદન આપ્યા હતા.

આજ રોજથી અઢી ટર્મ માટે વરણી કરાયેલા હોદ્દેદારોના ચૂંટણી પરિણામ પર નજર કરીએ તો કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ રેખાબેન પંકજભાઈ પટેલની 811 મતથી, ઉપપ્રમુખ હર્ષદભાઈ ઢોડીયાની 1870 મતથી, કારોબારી અધ્યક્ષ તેજલબેનની 918 મતથી અને શાશક પક્ષના નેતા રમેશ શિંગાળાની 850 મતથી વિજય થયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button