માંડવી

2 માસ અગાઉ ઘલા વીરપોર ગામને જોડતા રોડ તો બની ગયો, પણ બાકી રહેલા સાઈડ સોલ્ડરીંગ ક્યારે?

બાકી રહેલા સાઈડ સોલ્ડરીંગ વાહનચાલકો માટે આફતરૂપ

માંડવી તાલુકાના વીરપોર અને કામરેજ તાલુકાના ઘલા ગામની સીમમાંથી પસાર થતા અંદાજિત બે કિલોમીટર ડામર રોડની કામગીરી પેટા વિભાગ માંડવી તાલુકા પંચાયત કચેરી દ્વારા બે મહિનાના વધુ સમયથી પૂરી કરી દેવાઈ છે. રોડ બનતા ઘલાથી વિરપોર તરફ જનાર વાહનો સહિત ગામના ખેડૂતો ખેતર જવા ઉપયોગ કરે છે. પરંતુ રોડની કામગીરી બાદ સાઇડ સોલ્ડરીંગ બાકી હોય સામ સામે થતા વાહનો રોડની બાજુમાં ઊંડાઈ વાળી જગ્યા હોય નીચે ઉતારી શકતા નથી જેથી અવાર નવાર ઘર્ષણ ઉભુ થાય છે.

  • પરંતુ સવાલ એ જ ઉભો થાય છે કે, 2 માસથી રસ્તો તો બની ગયો તો કેમ સાઇડ સોલ્ડરીંગ બાકી રહી ગયો?
  • શું ખેતરો રસ્તો હોય ભ્રષ્ટાચાર આચારવાનું આયોજન તો ના હતું ને?
  • જો ભ્રષ્ટાચાર આચારવાનું આયોજન તો કોણ કરી શકે?

શેરડી ભરેલી ટ્રક પસાર થતી વેળા સામે અન્ય વાહન આવતા ટ્રક ચાલક માટે રોડ પસાર કરવો લોઢાના ચણા ચાવવા સામાન બની રહે છે. અધૂરા રહેલા કામને લઈને માંડવી પંચાયત વિભાગના ડી.ઈ.ઈ અજય રાઠોડને સાઇડ સોલ્ડરીંગની બાકી રહેલી કામગીરી વિશે જણાવે છે કે,  બાકી રહેલી સાઇડ સોલ્ડરીંગની કામગીરી આવનાર દશેક દિવસમાં પૂરી કરી દેવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button