માંડવી

અરેઠ અને નરેણ ગામના સ્થાનિકો વિરોધ સાથે બંધ રખાયેલી ક્વોરીને રિપોર્ટ બાદ લીલી ઝંડી

માંડવી તાલુકાના અરેઠ અને નરેણ ગામે ચાલતી સ્ટોન ક્વોરી તથા ક્વોરીઓ દ્વારા કરવામાં આવતા બ્લાસ્ટિંગથી સ્થાનિક લોકોએ નુકસાન થતું હોવાનું જણાવી વિરોધ કર્યો હતો પરંતુ સ્થાનિક સમિતિ સાથે અધિકારીઓની ટીમે તપાસ કરતા ક્વોરી ઉદ્યોગથી કોઈ નુકસાન થતું ન હોવાનો રિપોર્ટ આવતા કવોરીઓને શરૂ કરવા લીલી ઝંડી મળી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું.

માંડવી તાલુકાના અરેઠ અને નરેણ ગામમાં ચાલતી પાંચ જેટલી ક્વોરીઓથી સ્થાનિક લોકોને નુકસાન થતું હોવાનું જણાવી વિરોધ દર્શાવ્યો હતો જેમાં પ્રદૂષણને નુકસાન તથા પાણીના સ્તરો નીચે જવા ઉપરાત બ્લાસ્ટિંગના કારણે ઘરની દીવાલોમાં તિરાડ પડવી જેવી ફરિયાદો સાથે આંદોલન ચલાવવામાં આવ્યું હતું જેથી ક્વોરીઓ છેલ્લા કેટલાક દિવસોથી બંધ રાખવામાં આવી હતી આ સમય દરમિયાન સરકારી અધિકારીઓએ યોગ્ય તપાસના આદેશો ન મળે ત્યાં સુધી ક્વોરી બંધ રાખી હતી અને ક્વોરી ઉદ્યોગ ચાલુ રહે તો લોકસભાની ચૂંટણીના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી હતી ત્યારે સરકારી તંત્ર દ્વારા સ્થાનિક લોકોની સમિતિ બનાવી ખાણ ખનીજના અધિકારીઓ દ્વારા માન્ય એજન્સીઓ દ્વારા ગ્રામજનોની હાજરીમાં બ્લાસ્ટિંગનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને આ બ્લાસ્ટિંગના ટેસ્ટિંગમાં આવેલી ધ્રુજારીઓથી કોઈપણ પ્રકારનું નુકસાન થતું હોવાનું જણાયું ન હતું.

જેને કારણે ક્વોરી ઉદ્યોગે શરૂઆતથી જે પોતાનો પક્ષ રજુ કર્યો હતો તેમાં સાચા ઉતર્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.છેલ્લા કેટલાક દિવસોથી પાંચ કવોરી બંધ રહ્યા બાદ આખરે તેમને લીલી ઝંડી મળી ગઇ છે.

Related Articles

Back to top button