તાપી

નેશનલ હાઇવે નં.56 વાપી રોડને ચારમાર્ગીય કરવાના કામે જમીન સંપાદન મામલે યોગ્ય વળતર અપાવવા સાંસદને રજુઆત

તાપી જિલ્લામાંથી શામળાજીનો પસાર થતો ન્યુ નેશનલ હાઇવે નં.56 વાપી રોડને ચારમાર્ગીય કરવાના કામે જમીન સંપાદન મામલે યોગ્ય વળતર અપાવવા સાંસદ પ્રભુભાઈ વસાવાને ખેડુતોએ આવેદન આપ્યુ હતુ.

સાંસદને આપેલ આવેદનમાં જણાવ્યુ હતુ કે, નેશનલ હાઈવે એક્ટ ૧૯૫૬ની કલમ ૩ અ ગેઝેટ નોટીફીકેશનમાં ૨૧ દિવસની મુદ્દતમાં એટલે કે તા.૨૧/૧૨/૨૦૨૨ સુધીમા અસરગ્રસ્ત ખેડુતોએ વાંઘા અરજીઓ આપી છે.

અસરગ્રસ્ત ખેડુતો અને અન્ય જમીન માલિકોની આ વાંધા અરજીઓમાં મુખ્ય મુદ્દો જમીનનું વ્યાજબી વળતર અંગેનો છે અને જમીન સંપાદનના ૨૦૧૩ના કાયદાની જોગવાઈઓ મુજબ નેશનલ હાઈવે એક્ટ ૧૯૫૬ હેઠળ જમીન સંપાદનની પ્રક્રિયામાં પણ વ્યાજખી વળતરની ગણતરી માટે, સ્વેચ્છાએ માપણી કરવા સાથ- સહકાર આપ્યો છે.

ખેડુતોએ વધુંમાં ઉમેર્યુ છે કે, નવસારી તથા વલસાડ જીલ્લામાં જમીન સંપાદનનું યોગ્ય વળતર મળ્યુ છે. એવું જ વળતર તાપી જિલ્લાના તમામ અસરગ્રસ્તોને આપવામાં આવે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button