દેશ

પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમ છે અલગ-અલગ

આખો દેશ આજે 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા માટે તૈયાર

આખો દેશ આજે 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા માટે તૈયાર છે. દેશનું બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું અને ભારત એક પ્રજાસત્તાક બન્યું. એટલા માટે દર વર્ષે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શું તમે જાણો છો કે પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો અને રીતો અલગ-અલગ હોય છે. જો નહીં, તો ચાલો તમને જણાવીએ કે પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ પર ધ્વજવંદન વચ્ચેનો તફાવત.

પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ રાષ્ટ્રીય તહેવાર

પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ રાષ્ટ્રીય તહેવારો છે. બંને પ્રસંગોએ દેશવાસીઓ સંપૂર્ણ દેશભક્તિની ભાવના સાથે ઉજવણી કરે છે. સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાષ્ટ્ર નિર્માતાઓના મહાન બલિદાન અને યોગદાનને યાદ કરે છે. જ્યારે પ્રજાસત્તાક દિવસે લોકો ભવ્ય પરેડ નિહાળે છે અને વડાપ્રધાન દેશને સંબોધે છે. પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ બંને પ્રસંગે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે અને તેનું સન્માન કરવામાં આવે છે, પરંતુ બંનેની રીતો ઘણી અલગ છે. તેમાં રાષ્ટ્રીય સ્થિતિ મહત્વપૂર્ણ હોય છે.

બંને વચ્ચેના તફાવત પર કરો નજર… 

સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રધ્વજ ફરકાવતા પહેલા તેને પોલ પર ટોચે બાંધી દેવામાં આવે છે. જ્યારે વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે દોરો ખેંચે છે ત્યારે પ્રથમ ત્રિરંગો ઉપર ઊઠે છે અને પછી લહેરાય છે, તેને ધ્વજવંદન કહેવામાં આવે છે. પ્રજાસત્તાક દિવસ પર ધ્વજ ફરકાવતા પહેલા તેને પોલની ટોચ પર બાંધવામાં આવે છે અને જ્યારે રાષ્ટ્રપતિ દોરો ખેંચે છે ત્યારે તે લહેરાવા લાગે છે. તેને ધ્વજવંદન અથવા ધ્વજ લહેરાવવો કહેવાય છે. પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસના કાર્યક્રમોમાં તફાવત એ છે કે સ્વાતંત્ર્ય દિવસે ધ્વજ લાલ કિલ્લા પરથી લહેરાવામાં આવે છે જ્યારે પ્રજાસત્તાક દિવસે રાજપથ પર તિરંગો લહેરાવામાં આવે છે. રાષ્ટ્રપતિ 26 જાન્યુઆરીએ ધ્વજ ફરકાવે છે જ્યારે દેશના વડાપ્રધાન 15 ઓગસ્ટે ધ્વજ ફરકાવે છે. પ્રજાસત્તાક દિવસના અવસરે અન્ય દેશોના રાજદ્વારીઓને આમંત્રિત કરવામાં આવે છે, જ્યારે સ્વતંત્રતા દિવસે કોઈ મહેમાનોને આમંત્રણ આપવામાં આવતું નથી. પ્રજાસત્તાક દિવસની ઉજવણી 29 જાન્યુઆરીના રોજ બીટીંગ રીટ્રીટ સેરેમની સાથે સમાપ્ત થાય છે, જ્યારે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ પર ઉજવણી સમાપ્ત થાય છે.

ઈતિહાસ શું કહે છે? 

તેની પાછળનું કારણ એ છે કે જ્યારે દેશને આઝાદી મળી ત્યારે તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ બ્રિટિશ સરકારનો ધ્વજ ઉતારી લીધો હતો અને ઉપર ભારતીય ધ્વજ ફરકાવ્યો હતો. તે સમયે ભારતના કોઈ સત્તાવાર રાષ્ટ્રપતિ ન હતા. તે સમયે લોર્ડ માઉન્ટબેટન ભારતના ગવર્નર હતા, પરંતુ તેઓ બ્રિટિશ સરકારના અધિકારી હતા. એટલા માટે આ કામ પીએમ દ્વારા કરવામાં આવ્યું હતું.

પ્રથમ પ્રજાસત્તાક દિવસે કોણે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો? 

જ્યારે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમણે 26 જાન્યુઆરી, 1950ના રોજ પ્રથમ પ્રજાસત્તાક દિવસ પર ધ્વજ ફરકાવ્યો હતો. તે સમયે રાષ્ટ્રધ્વજ પહેલેથી જ ઉપર બંધાયેલો હતો એટલે તેને ખોલીને ફરકાવાયો હતો, ઉપર ઊઠાવીને નહીં. ત્યારથી રાષ્ટ્રપતિ દર વર્ષે પ્રજાસત્તાક દિવસ પર ધ્વજ ફરકાવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button