દેશ

PM મોદીના બાંધણીવાળા સાફાએ ખેંચ્યું સૌ કોઈનું ધ્યાન

  • દેશ આજે તેનો 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. 
  • આ વર્ષ પણ પીએમ મોદીનો લુક ચર્ચાનો વિષય બન્યો છે. 
  • પીએમ મોદી ફરી એકવાર ખાસ પ્રકારની પાઘડી પહેરેલા જોવા મળ્યા. 

દેશ આજે તેનો 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. આ દરમિયાન ઈન્ડિયા ગેટના કર્તવ્ય પથ પર ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરેડની સાથે વિવિધ રાજ્યોની રંગબેરંગી ઝાંખીઓ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.

આ દરમિયાન સૌપ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ વોર મેમોરિયલમાં બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. એવામાં હવે દર વર્ષની જેમ આ વર્ષે પણ પીએમ મોદીનો લુક ચર્ચાનો વિષય બન્યો છે.

આ પ્રસંગે પીએમ મોદી ફરી એકવાર ખાસ પ્રકારની પાઘડી પહેરેલા જોવા મળ્યા હતા. આવો જાણીએ કે આ વખતે PMનો લૂક કેવો હતો અને તેની ખાસિયત.

એ વાત તો જાણીતી જ છે કે પીએમ મોદી દર વર્ષે ગણતંત્ર અને સ્વતંત્રતા દિવસ પર અલગ અલગ લુકમાં નજર આવે છે અને ખાસ કરીને એમની પાઘડી આકર્ષણનું કેન્દ્ર બને છે. એવામાં આ વખતે પીએમ મોદીએ ગણતંત્ર દિવસ 2024 માટે બાંધણી પ્રિન્ટની પાઘડી પસંદ કરી હતી. પીએમની પાઘડીનો રંગ મુખ્યત્વે પીળો છે અને આ રંગ ભગવાન રામ સાથે પણ જોડાયેલો માનવામાં આવે છે.

લાલ, ગુલાબી અને પીળા કલરની આ બાંધણી પ્રિન્ટની પાઘડીમાં પીએમ મોદીનો લુક લોકોને પસંદ આવ્યો છે. આ સાથે જ એમને સફેદ રંગના કુર્તા-પાયજામા અને બ્રાઉન રંગની કોટી પહેરી છે અને બ્લેક શૂઝ સાથે લુક કમ્પ્લીટ કર્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button