દેશ

કેમ ઉજવવામાં આવે છે ગણતંત્ર દિવસ? 26 જાન્યુઆરીનું કેમ મહત્વ, જાણો સંવિધાન વિશે જાણ્યા અજાણ્યા તથ્યો

આખો દેશ આજે 75મા ગણતંત્ર દિવસની ઊજવણી કરી રહ્યો છે. 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ શા માટે ઊજવવામાં આવે છે, તે અંગે અહીંયા કેટલાક રોચક તથ્યો જણાવવામાં આવે છે.

  • આખો દેશ આજે 75મા ગણતંત્ર દિવસની ઊજવણી કરી રહ્યો છે. 
  • ભારતનું સંવિધાન 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ થયું હતું. 
  • સંવિધાન તૈયાર કરવામાં બે વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો. 

દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ ઊજવવામાં આવે છે અને આજે આખો દેશ 75મા ગણતંત્ર દિવસની ઊજવણી કરી રહ્યો છે. આ ખાસ અવસરે ઈન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધી રાજપથ પર ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. પણ શું તમે જાણો છો કે દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ શા માટે ઊજવવામાં આવે છે?ચાલો આ દિવસ વિશે કેટલાક રોચક તથ્યો જાણીએ…

ગણતંત્ર દિવસની ઊજવણી

ભારતનું સંવિધાન 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ થયું હતું અને ભારત એક લોકતાંત્રિક તથા સંવૈધાનિક દેશ બની ગયો. આ કારણોસર 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ ઊજવવામાં આવે છે. દેશ આઝાદ થયા પછી 26 નવેમ્બર 1949ના રોજ સંવિધાન સંભાએ સંવિધાન અપનાવ્યું હતું. વર્ષ 1947માં દેશની આઝાદી પછી સંવિધાન નિર્માણની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. જે માટે એક સંવિધાન સભાનું ગઠન કરવામાં આવ્યં હતું અને 26 જાન્યુઆરી 1949ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું, સત્તાવાર રીતે 26 જાન્યુઆરી 1950 નારોજ સંવિધાન લાગુ કરવામાં આવ્યું.

26 જાન્યુઆરી સંવિધાન શા માટે લાગુ થયું?

26 નવેમ્બર 1949ના રોજ સંવિધાન સભાએ સંવિધાન અપનાવ્યું હતું, અને 26 જાન્યુઆરી 1950ના રોજ સંવિધાન લાગુ કરવામાં આવ્યું. 26 જાન્યુઆરી 1930ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ભારતમાં પૂર્ણ સ્વરાજ જાહેરાત કરી હતી. 20 વર્ષ પછી તે જ દિવસે સંવિધાન લાગુ કરવામાં આવ્યું.

સંવિધાન લાગુ કરવામાં આટલા દિવસ લાગ્યા હતા

ભારતીય સંવિધાન હાથથી લખવામાં આવ્યું હતું, જે હજુ સુધી સંસદની લાઈબ્રેરીમાં સુરક્ષિત છે. આ સંવિધાન તૈયાર કરવામાં બે વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો. ભારતનું સંવિધાન વિશ્વનું સૌથી હાથથી લખેલ સંવિધાન માનવામાં આવે છે. 24 જાન્યુઆરી 1950ના રોજ સંવિધાનની બે હસ્તલિખિત કોપી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેના બે દિવસ પછી 26 જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં આ સંવિધાન લાગુ કરવામાં આવ્યું. ભારતીય સંવિધાનની આ કોપીઓ હાથથી હિંદી અને અંગ્રેજી ભાષામાં લખવામાં આવી છે.

રોચક તથ્ય

  • 1949: સંવિધાન સભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને ભારતનું સંવિધાન સુપૂર્દ કરવામાં આવ્યું. આ દિવસે ભારતનું સંવિધાન બનીને તૈયાર થઈ ગયું હતું.
  • 1950: ભારતને એક સંપ્રભુ લોકતાંત્રિક ગણરાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો અને ભારતનું સંવિધાન લાગુ થયું.
  • 1929: ડિસેમ્બર મહિનામાં લાહોરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન થયું. પંડિત જવાહરલાલ નહેરૂએ આ અધિવેશનની અધ્યક્ષતા કરી હતી.
  • 26 જાન્યુઆરી 1930: કોંગ્રેસે આ દિવસે ભારતની પૂર્ણ સ્વતંત્રતાના નિશ્ચયની જાહેરાત કરી.
  • 26 જાન્યુઆરી 1930: ભારતે સ્વતંત્રતા દિવસ તરીકે ઊજવ્યો. 1947માં દેશ આઝાદ થયો ત્યાં સુધી 26 જાન્યુઆરીની સ્વતંત્રતા દિવસ તરીકે ઊજવણી કરવામાં આવી. ત્યારપછી દેશ આઝાદ થયો અને 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઊજવણી. સંવિધાન 26 નવેમ્બર 1949 સુધીમાં તૈયાર થઈ ગયું હતું. સંવિધાન સભાએ સંવિધાન નિર્માણ સમયે કુલ 114 દિવસ સુધી બેઠક કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button