જુનાગઢ

જૂનાગઢમાં રાજ્યકક્ષાના ગણતંત્ર પર્વની ઉજવણી શરૂ, મોટર સાયકલ સ્ટંટ શૉ, ડોગ શૉ અને અશ્વ શૉનું આકર્ષણ

75 માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ કાતે કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ પીટીસી ગ્રાઉન્ડમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

  • 75 માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરાઈ
  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું
  • જૂનાગઢ જીલ્લાને કરોડોનાં વિકાસના કામોની મુખ્યમંત્રીની ભેટ

જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાનાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.  રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ધ્વજવંદન કર્યું હતું. જે બાદ બાળકો દ્વારા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. જે બાદ પોલીસ દ્વારા પાઈપબેન્ડ ડિસ્પ્લે, મહિલા કોરિયોગ્રાફી, મોટર સાયકલ સ્ટંટ શો તેમજ ડોગ શો તથા અશ્વ શો યોજાયો હતો.

જૂનાગઢ જીલ્લાને કરોડોનાં વિકાસના કામોની મુખ્યમંત્રીની ભેટ

જૂનાગઢ ખાતે આજે 75 મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ કૃષિ યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડ કાતે ભવ્ય સાંસ્કૃતિક ‘સોરઠ ધરા સોહામણી’ કાર્યક્રમ યોજાયો હતો.  આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જીલ્લાને એક જ દિવસે 781 કરોડના 617 કામોની ભેટ પણ આપી હતી. તેમજ મુખ્યમંત્રીએ જૂનાગઢ મહાનગર પાલિકા, જીલ્લા નગરો અને ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે અઢી-અઢી કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવણીની જાહેરાત પણ કરી હતી. જૂનાગઢ જીલ્લામાં પાયાની સુવિધાઓ જેવી કે, રોડ, રસ્તા, આરોગ્ય કેન્દ્ર, પાણી પુરવઠો સહિત બીજા અન્ય કામો મળી રૂા. 100 કરોડના 187 વિકાસ કામોનું લોકાર્પણ. તેમજ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં 150 કામો રૂા. 88 કરોડના ખર્ચે હાથ ધરવા માટે ઈ-લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.


ડાયરેકટર જનરલ, સિવિલ ડીફેન્સ અને હોમગાર્ડઝ, ગુજરાત રાજ્ય નિયંત્રણ હેઠળના હોમગાર્ડઝ દળ, બોર્ડરવીંગ હોમગાર્ડઝના ૦૩ અધિકારીશ્રીઓની પ્રસંશનીય તેમજ વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિના ચંદ્રકો માટે પસંદગી કરાઇ છે. રાષ્ટ્રપતિશ્રીના ચંદ્રકો માટેની અધિકારીઓની યાદી

હોમગાર્ડઝ

1.પૃથ્વીપાલસિંહ ઝુઝારસિંહ જાડેજા નં.૨, બટાલિયન બોર્ડરવિંગ
હો.ગા. ભુજ (કચ્છ)
સુબેદાર કંપની કમાન્ડર

2. વિષ્ણુપ્રસાદ ડાહ્યાલાલ ઓઝા નં.૧, બટાલિયન બોર્ડરવિંગ
હો.ગા. બનાસકાંઠા, પાલનપુર
સુબેદાર કંપની કમાન્ડર

3. દૈવતસિંહ નારણજી જાડેજા નં.૨, બટાલિયન બોર્ડરવિંગ
હો.ગા. ભુજ (કચ્છ)
સુબેદાર કંપની કમાન્ડર


એટ હોમ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિપેદાશોનો સ્ટોલ બન્યો આકર્ષણનું કેન્દ્ર

રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ આયોજિત એટ હોમ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તમામ ઉપસ્થિત મહાનુભાવોનું અભિવાદન ઝીલ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિપેદાશોનો સ્ટોલ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ સ્ટોલમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્પાદિત કરવામાં આવેલા શાકભાજી, અનાજ-કઠોળ સહિતનાં ખેતપેદાશોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક કૃષિપેદાશોના સ્ટોલનું પ્રદર્શન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતના   મહાનુભાવોએ રસપૂર્વક નિહાળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button