તાપી

ભુજનો જમીન કાંડ કૌભાંડનો રેલો દક્ષિણ ગુજરાતનાં તાપી જિલ્લા સુધી વહ્યો

તાપી જિલ્લાના નિવાસી નાયબ કલેક્ટર વળવીની પણ કૌભાંડમાં સોંડવણી

ભુજના જમીન કૌભાંડમાં કચ્છના પૂર્વ કલેકટર પ્રદિપ શર્મા અને બિલ્ડર સંજય શાહની ધરપકડ બાદ સીઆઈડી ક્રાઈમે ગુનામાં સંડોવાયેલા તે સમયના નિવાસી નાયબ કલેકટર, મામલતદાર, સર્કલ ઓફિસર અને સંજય શાહના પાર્ટનરની ધરપકડ કરી છે. જેમાં સામેલ જે તે સમયના મામલતદાર (હાલનાં તાપી જિલ્લાનાં નિવાસી નાયબ કલેક્ટર) રજનીકાંત જર્મનસિંગ વળવીની તા.12/10/2023નાં રોજ સાંજે 6.45 વાગ્યાનાં અરસામાં અટક કરવામાં આવી છે.


મળતી માહિતી મુજબ આરોપી બિલ્ડર સંજય શાહના પાર્ટનર અને હોટલ મંગલમના સંચાલક તેમજ ભુજ નગરપાલિકાના પૂર્વ એન્જીનીયર પ્રકાશ તીર્થદાસ વજીરાણીની ધરપકડ કરવામાં આવી છે. જયારે જમીન કૌભાંડ દરમિયાન નિવાસી નાયબ કલેકટર તરીકે ફરજ બજાવનાર અજીતસિંહ ઝાલાએ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. જયારે ગુનામાં સામેલ સર્કલ ઓફિસર સુરેન્દ્ર વિશ્વનાથ દવેની પણ ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે. ગુરુવારે સુનાવણી બાદ આગામી સોમવારે કોર્ટ હુકમ જાહેર કરશે. તમામ આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે. ભુજના મામલતદારે સીઆઈડી ક્રાઈમમાં નોધાવેલી જમીન કૌભાંડની ફરિયાદમાં સરકારી જમીન લાગુ તરીકે ગણાવી વેચી દેવાના ગુનામાં કચ્છના પૂર્વ કલેકટર પ્રદિપ શર્મા અને બિલ્ડર સંજય શાહની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા.જે બાદ પોલીસે ગુનામાં સંડોવાયેલા તત્કાલીન નિવાસી નાયબ કલેકટર ફ્રાન્સીસ આશ્રેદાસ સુવેરાનો પાલારા જેલમાંથી કબ્જો મેળવી અટકાયત કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button