સુરત

સમગ્ર રાજયમાં ડૂબી જવાની ઘટનાઓને લઇને સુરત જિલ્લા તંત્ર બન્યું સતર્ક

સુરત જિલ્લામાં આવેલા વિવિધ જળાશયોમાં જાહેર-જનતાની અવર-જવર પર પ્રતિબંધ

સમગ્ર રાજ્ય સહિત સુરત જિલ્લામાં વધી રહેલા વ્યક્તિઓના ડૂબી જવાની ઘટનાઓને લઇને તંત્ર સતર્ક બન્યું છે. આજરોજ સુરત જિલ્લામાં આવેલા વિવિધ જળાશયોમાં જાહેર-જનતાની અવર-જવર પર પ્રતિબંધ મૂકાયો હતો અને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું હતું.

તાજેતરમાં વિવિધ જળાશયોમાં નાહવા પડેલા વ્યક્તિઓના ડૂબી જવાની ઘટનાને ધ્યાને લઈ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વિજય રબારીએ નાગરિકોની સુરક્ષા હેતુથી એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો જાહેર કર્યા હતા. જે અનુસાર સુરત ગ્રામ્ય વિસ્તાર (પોલીસ કમિશ્નર સુરત શહેરની હકુમત સિવાય) જેવા કે, કામરેજ, પલસાણા, બારડોલી, મહુવા, ઓલપાડ તેમજ માંડવી તાલુકાના વિવિધ ગામોમાં આવેલા નદી, તળાવ, નહેર કે દરિયા સહિતના કુલ 78 જળાશયોમાં જાહેર જનતાની અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં મૂક્યો છે. આ હુકમ 30/6/2024 સુધી અમલી રહેશે અને તેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ગણાશે.

Related Articles

Back to top button