તેલંગાણારાજનીતિ

રેવંત રેડ્ડી બન્યા તેલંગાણાના નવા મુખ્યમંત્રી

11 મંત્રીઓ પણ લીધા શપથ

તેલંગાણાના નવા મુખ્યમંત્રી કોંગ્રેસ નેતા રેવંત રેડ્ડી બન્યા છે. આજ રોજ હૈદરાબાદના એલબી સ્ટેડિયમમાં આયોજિત ભવ્ય કાર્યક્રમમાં તેલંગાણાના રાજ્યપાલ ટી સુંદરરાજને તેમને શપથ ગ્રહણ કરાવ્યા. આ કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા, ડેપ્યુટી સીએમ ડી શિવકુમાર સહિત કોંગ્રેસના ઘણા નેતાઓ હાજર રહ્યા હતા.

રેવંત રેડ્ડી સોનિયા ગાંધી સાથે સ્ટેડિયમ પહોંચ્યા હતા

શપથ ગ્રહણ કાર્યક્રમમાં લગભગ એક લાખ લોકોએ ભાગ લીધો હતો.શપથ ગ્રહણ પહેલા રેવંત રેડ્ડી સોનિયા ગાંધી સાથે ખુલ્લી જીપમાં સ્ટેડિયમ પહોંચ્યા હતા.

આ 10 ધારાસભ્યોએ પણ લીધા શપથ

  • દામોદર રાજનરસિંહ
  • ઉત્તમ કુમાર રેડ્ડી
  • ભટ્ટી વિક્રમાર્ક
  • કોમતી રેડ્ડી
  • સીતાક્કા
  • પોન્ન્મ પ્રભાકર
  • શ્રીધર બાબુ
  • તુમ્માલા નાગેશ્વર રાવ
  • કોંડા સુરેખા
  • જુપલ્લી કૃષ્ણ પોંગુલાટી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button