માંડવી

ખોડંબાના બસ્ટેન્ડ પાસે યુવકની આંખમાં મરચાની ભૂકી નાખી લૂંટ

3 બુકાનીધારી લૂંટારૂઓ યુવકની બાઈક અને ફોન પણ લૂંટી ગયા

કીમ માંડવી રોડ પર આંબા પારડી પાટીયાથી વાંકલ જતા રોડ પર ખોડંબા ગામ આગળથી પસાર થતાં એક બાઈક સવારને અન્ય બાઈક પર આવેલા ત્રણ ઈસમોએ મરચાની ભૂકી નાખી રોકડ રૂપિયાની લૂંટ કરી મોટર બાઈક તથા મોબાઈલ ઝુટવી ફરાર થઈ જતા ભારે ચર્ચા મચી ગઈ હતી.

મૂળ વાલીયા તાલુકાના રાજપરા ગામના રહીશ રાજેશભાઈ શુકકરભાઈ ગામીત (ઉ. વ. 45) કે જેઓ ઘટનાની સાંજે છ-એક વાગે પોતાની મોટરસાયકલ (GJ-26-AF-2802)પર રાજપરા ગામથી નીકળી માંડવી તાલુકાના ઝાબ ગામે પોતાના સાસરે જવા નીકળ્યા હતા. તે દરમિયાન રાત્રિના આઠેક વાગ્યે વાંકલથી આંબાવાડી રોડ પર ખોડંબા ગામના બસ સ્ટેન્ડથી આંબાપારડી તરફ આશરે પચાસેક મીટર અંતરે આવતા પાછળથી લાલ જેવા કલરની જૂની જેવી નંબર પ્લેટ વગરની મોટરસાયકલ પર આશરે ૩૦થી ૩૫ વર્ષના ત્રણ ઈસમો રેઇનકોટ પહેરી મોઢે કપડું બાંધી આવ્યા હતા. મોટરસાયકલ પર બેઠેલ ત્રણ ઈસમો પૈકી પાછળ બેઠેલ અજાણ્યા ઇસમે મોટરસાયકલ સવાર રાજેશભાઈ ગામીતના મોઢા પર મરચાની ભૂકી નાખી દઈ એમના પાસે રહેલા રૂપિયા 4500 લઈ લીધા હતા. ત્યારબાદ બાઈક પરથી ધક્કો મારી મોટરસાયકલ પણ લઈ લીધી હતી અને મોબાઈલ પણ ઝૂંટવી લીધો હતો. મોટરસાયકલ પર આવેલ ત્રણ ઇસમો પૈકી પાછળ બેઠેલો ઈસમ ફરિયાદીની મોટર સાયકલ લઇ તથા અન્ય બે ઈસમો પોતે લઈને આવેલા બાઇક લઈને ફરાર થઈ ગયા હતા. જે અંગે માંડવી પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button