સુરત

RTIમાં માહિતી માગીને રૂપિયા પડાવનાર મહેન્દ્ર પટેલ 5 દિવસના રિમાન્ડ પર

CID ક્રાઈમે આરોપીના 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી

  • RTI એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલનું બ્લેકમેલ કૌભાંડ
  • શાળા સંચાલકોને બ્લેકમેલ કરી પડાવ્યા કરોડો રૂપિયા
  • સુરતના શાળા સંચાલકે નોંધાવી મહેન્દ્ર વિરુદ્ધ ફરિયાદ

રાઈટ ટુ ઈન્ફોર્મેશન, જેનાથી સામાન્ય નાગરિક સરકારના કોઈ પણ વિભાગ પાસેથી સામાન્ય ફોર્મ ભરીને માહિતી મેળવી શકે છે. RTI એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ. જેમના વિરુદ્ધ ગાંધીનગરમાં શાળા સંચાલકોએ બ્લેકમેઈલ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે CID ક્રાઈમે મહેન્દ્ર પટેલના ઘરે દરોડા પાડ્યા હતા. મહેન્દ્ર પટેલે 18 શાળાના સંચાલકોને ધમકાવીને કરોડો રૂપિયા ખંખેર્યાનો ખુલાસો થયો છે. જે મામલે આરોપીના 2 તારીખ સાંજે 5 વાગ્યા સુધીના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે.

કોર્ટે 2 તારીખે સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ કર્યા મંજૂર

CID ક્રાઈમે દરોડા પાડીને 1 કરોડથી વધુની રોકડ સહિત સોનાના દાગીના અને 400 કરતા વધુ ફાઈલો મળી હતી. જે તમામ મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મહેન્દ્ર પટેલને વર્ષ 1995માં શાળાઓમાં બાળફિલ્મો બતાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. જે બાદ તેના શિક્ષણખાતામાં સંપર્કો વધતા તેનો દૂરપયોગ શરૂ કર્યો હતો. જો કે, આરોપી મહેન્દ્ર પટેલની ધરપકડ કરીને CID ક્રાઈમે રિમાન્ડ માટે કોર્ટ સમક્ષ હાજર કર્યો. જેમાં 2 તારીખ સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે.

ફરિયાદના આધારે CID ક્રાઈમે કરી ધરપકડ

ગાંધીનગરમાંથી RTI એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ સામે ફરિયાદને લઈ જય અંબે વિદ્યાભવનના ટ્રસ્ટી પ્રવિણ ગજેરાએ પ્રતિક્રિયા આપી હતી. માહિતી આપતા કહ્યું કે, 2012થી 2017 સુધી અનેક શાળાઓને મહેન્દ્ર પટેલે નિશાન બનાવી. સાથે જ કહ્યું કે, થોડા થોડા કરીને મારી પાસેથી પણ 66 લાખ રૂપિયા લીધા. જો કે, શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાને રજૂઆત કરવામાં આવી.. જેના લીધે મદદ મળી.. મહેન્દ્ર પટેલના ષડયંત્રોનો ખુલાસો કરતા પ્રવિણ ગજેરાએ કહ્યું કે, મહેન્દ્ર નવી શાળાની મંજૂરી લઈ આપવાની સંચાલકોને ઓફર કરતો હતો.. ત્યાર બાદ તમામ દસ્તાવેજો લઈ કોઈને કોઈ બહાને કામ અટકાવી પૈસા માગતો હતો. રાજ્યમાં સંખ્યાબંધ શાળાના સંચાલકો આ છેતરપિંડીમાં સપડાયા છે.

RTIથી બ્લેકમેઈલ કાંડમાં કોંગ્રેસના પ્રવક્તા ડૉક્ટર મનીશ દોશીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, શિક્ષણ વિભાગમાંથી RTI એક્ટિવિસ્ટ રૂપિયા ઉઘરાવે તે ગંભીર બાબત કહેવાય. સમગ્ર કાંડમાં કોણ કોણ સામેલ છે તેની તપાસની માંગ ઉચ્ચારી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button