તાપી

વધુ એક RTI એક્ટિવિસ્ટની ગળુ દબાવી હત્યા કરાઈ

કુંભીયા ગામમાં નિશાળ ફળિયામાં રહેતા સુધીર ઉર્ફે પીન્ટુ નટુભાઈ ચૌધરીનું ભ્રષ્ટાચાર દ્વારા મોત

કુંભીયા ગામમાં નિશાળ ફળિયામાં રહેતો અને ગત ચૂંટણીમાં સરપંચનો ઉમેદવાર અને આર.ટી.આઈ એક્ટિવિસ્ટ આજુબાજુના ગામમાં થયેલ ભ્રષ્ટાચાર અંગે આરટીઆઇ કરતો હતો તેનો ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી. હાલ એક શકમંદને પોલીસે ઉઠાવી લઈ તપાસ હાથ ધરી છે.

વાલોડના કુંભિયા ગામે રહેતા સુધીર ઉર્ફે પીન્ટુ નટુભાઈ ચૌધરી ઉ.વ. 38 સામાજિક કાર્યકર, ગત ચૂંટણીમાં સરપંચનો ઉમેદવાર અને જેમાં પણ અપક્ષ ઉમેદવાર અને આર.ટી.આઈ એક્ટિવિસ્ટ એમએ. બી.એડ. કરેલ યુવક કે જેણે કુંભિયા તથા આજુબાજુના ગામોમાં સરકારી કામોમાં થતા ભ્રષ્ટાચાર અંગે અનેક વખત આર.ટી.આઈ. કરી વિગતો મેળવી સરકારમાં તલાટી થી લઇ કલેક્ટર અને મુખ્યમંત્રી સુધી ફરિયાદો કરી હતી, પરંતુ ભ્રષ્ટાચાર બહાર લાવવામાં તેણે કરેલ અરજીઓ સંદર્ભે કોઈપણ પ્રકારની કાર્યવાહી સરકારી બાબુઓએ કરી ન હોવાનું બહાર આવ્યું છે.

આ એક્ટિવિસ્ટને ગતરાત્રિના કોઇક અજાણ્યા ઇસમો કે ઈસમે ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું બહાર આવ્યું છે, જેની લાશ કોસંબિયા ખાતે સ્મશાન તરફ જતા માર્ગ પર કાચા રોડની બાજુમાં વજીરભાઈ ચૌધરીની પડતર જમીનમાંથી મળી આવી હતી, આ આરટીઆઈ એક્ટિવિસ્ટ ભ્રષ્ટાચારને ઉજાગર કરવામાં રાત દિવસ લાગી રહેતો હતો, જેને ગતરાત્રીના સમયે આ યુવકને લોકોએ છેલ્લે જોયો હોવાનું હાલ લોક મુખથી જાણવા મળ્યું છે, સુધીરભાઈ ઉર્ફે પીન્ટુ ગતરોજ સાંજના એક યુવક સાથે ફરી રહ્યો હતો, તેની પણ હાલ શકમંદ તરીકે પૂછપરછ પોલીસ કરી રહી છે, સુધીરભાઈની લાશનું એફ.એસ..એલ. પોસ્ટમોર્ટમ કરવાનું હોય સુરત ખાતે લઈ જવાની તજવીજ હાથ ધરાઈ છે.

સુધીર શિક્ષિત હોય અને સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવનાથી ભ્રષ્ટ્રાચાર અંગે સચેત હતો. સુધિરની હત્યા કરવામાં આવી હોવાનું માની શકાય તેમ છે, કારણ કે સુધીરભાઈની લાશ જે જગ્યાએથી મળી ત્યાંથી 700 મીટરના અંતરે તેમને પહેરેલ બીજો બુટ મળી આવ્યો હતો, જે પગમાં બુટ ન હતો તે પગના અંગૂઠા ઘસાયેલા હોવાનુ નજરે પડ્યું હતું,

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button